Sihor
સિહોર – સાગવાડી ગામનો અટકેલા રસ્તાનું કામ શરૂ કરી દેવાયુ – ગ્રામજનો ને હાશકારો

આખરે કામ આદર્યું
દેવરાજ બુધેલીયા
સિહોર તાલુકાના સાગવાડી ગામનો છેલ્લા ચાર મહિનાથી જે રોડ બંધ હતો કામગીરી બંધ હતી તેને લઈને સાગવાડી ગામના લોકો દ્વારા રસ્તા ઉપર આવી ગયા હતા અને આંદોલન કરીને રસ્તો બંધ કરવામાં આવ્યો હતો જ્યારે શંખનાદ સમાચારના અહેવાલો અને પ્રસિદ્ધ તેમજ ગામના લોકોની મહેનત આખરે રંગ લાવી હતી અને સાગવાડી ગામના અટકી પડેલ રોડનું કામ તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવ્યું છે.
ત્યારે સાગવાડી ગામના આગેવાન કાંતિભાઈ ચૌહાણ દ્વારા શંખનાદ સમાચાર ના અહેવાલ ઉપર ખૂબ જ લાગણીશીલ થઈને આભાર વ્યક્ત કરેલ હતો. ત્યારે શંખનાદ સમાચાર ના અહેવાલને લઈને અધિકારીઓ અને રાજકીય લોકો દ્વારા નોંધ કરીને તાત્કાલિક ધોરણે આ કામગીરી શરૂ કરવામાં આવી છે. સાગવાડી ગામનો રોડ તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવ્યો છે