Connect with us

Sihor

જય જય શ્રી રામ : સિહોરના રાજમાર્ગો પર રામનવમી નિમિતે વાજતે ગાજતે શોભાયાત્રા

Published

on

Jai Jai Shri Ram: Rama Navami procession on the highways of Sehore

પવાર ; બુધેલીયા

ભગવાન રામચંદ્રના જન્મ વધામણામાં ભાવિકો ભાવવિભોર : ભવ્ય શોભાયાત્રા નીકળી, જય જય શ્રી રામના નારાઓથી મુખ્ય રાજમાર્ગો ગુંજી ઉઠ્યા

આજે ચૈત્રી નોમના ભગવાન શ્રી રામના જન્‍મોત્‍સવની સિહોરમાં ઉમંગભેર ઉજવણી કરાઇ હતી. રામનવમી નિમિતે શહેરભરના મંદિરોમાં આજે અનેરા શણગાર સાથે આરતી પૂજનના કાર્યક્રમો સવારથી ચાલી રહ્યા છે. બપોરે મધ્‍યાહને અવધપતિના અવતરણના વધામણા કરવા વિશેષ આરતી પૂજન કરવામાં આવ્‍યા હતા. ભાવિકોને પંજરીના પ્રસાદનું વિતરણ થયેલ.

દરમિયાન ભગવાન શ્રી૨ામના પ્રાગટયને વધાવવા વિશ્‍વ હિન્‍દુ ૫૨િષદ બજરંગદળ દ્વારા ભવ્‍ય દર્શનીય શોભાયાત્રાનું આયોજન ક૨વામાં આવેલ. જેનો પાબુજી મંદિરથી પ્રારંભ કરાવાયો હતો. પાબુજી મંદિર ખાતે સમાપન પામી હતી. જય જય શ્રીરામના નારાથી માર્ગો ગજાવી દેવાયા હતા. માર્ગોમાં આ શોભાયાત્રાનું ઠેરઠેર ભાવભીનું સ્‍વાગત થયેલ. મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ વધામણાનો આજે અનેરો ઉમંગ જોવા મળી રહ્યો છે. રામ મંદિરોમાં સવારથી વિવિધ ધાર્મિક અનુષ્ઠાનોમાં ભાવિકો તન્મય બન્યા છે.

બપોરના ૧૨ વાગે ભગવાન રામનો જન્મોત્સવ અનેરા ઉમંગ સાથે ઉજવાયો હતો શોભાયાત્રામાં ‘જયશ્રી રામ’નો ગગનભેદી નાદ ગુંજી ઉઠયો હતો. આજે રામમંદિરોમાં મહાઆરતી, પૂજન અર્ચન, પ્રસાદમાં પંજરીનું વિતરણ, મહાપ્રસાદ વગેરે યોજવામાં આવેલ હતા શોભાયાત્રામાં સંતો-મહંતો, રાજકીય તથા સામાજિક આગેવાનો જોડાયા હતા.

Advertisement
error: Content is protected !!