Connect with us

Sihor

સિહોર તાલુકો દેશભક્તિના રંગે રંગાયો ; કાજાવદર સહિત તમામ ગામોમાં મારી માટી – મારો દેશ ની ભવ્ય ઉજવણી કરાઈ

Published

on

Sihore taluk painted in patriotic colours; Mari Mati - Maro Desh was celebrated in all the villages including Kajavdar

પવાર

જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મારી માટી – મારો દેશ કાર્યક્રમ ધામધૂમથી ઉજવાઇ રહ્યો છે. કાર્યક્રમના બીજા દિવસે સમગ્ર સિહોર તાલુકો દેશભક્તિના રંગે રંગાયો હતો. જે અન્વયે તાલુકાની પ૨ જેટલી ગ્રામ પંચાયતોમાં દેશભકિતના માહોલમાં ”મારી માટી – મારો દેશ” અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આબાલ વૃદ્ધ સહિત હજારો ગ્રામજનો એ દેશભક્તિના રંગે રંગાઈ માટી હાથમાં લઈ પંચ પ્રાણ પ્રતિજ્ઞા લીધી હતી.

Sihore taluk painted in patriotic colours; Mari Mati - Maro Desh was celebrated in all the villages including Kajavdar

“મારી માટી, મારો દેશ – માટીને નમન, વીરોને વંદન” કાર્યક્રમના આયોજનથી સમગ્ર જિલ્લામાં દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે કાજાવદર સહિત સિહોર તાલુકાના તમામ ગામોમાં તાલુકા કક્ષાના અધિકારીઓ, પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનઓ, વડીલો, માતા, બહેનો અને બાળકો સહિતના ગ્રામજનો “મારી માટી, મારો દેશ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. તેમજ દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનાર વીર જવાનોને શ્રધ્ધાંજલિ આપી હતી.

Sihore taluk painted in patriotic colours; Mari Mati - Maro Desh was celebrated in all the villages including Kajavdar

સ્થાનિક આગેવાનઓ , તાલુકા કક્ષાના અધિકારીઓ, અને મહાનુભાવો દ્વારા ગ્રામ પંચાયતો ખાતે શિલાફલકમનું પૂજન અર્ચન કરી અનાવરણ કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે ગ્રામજનોએ હાથમાં દીવો લઈ પંચ પ્રાણ પ્રતિજ્ઞા લઈ રાષ્ટ્ર નિર્માણ માટે પ્રતિબધ્ધતાના શપથ લીતા હતા. ગામમાં સ્થાનિક કક્ષાએ ૭પ વૃક્ષોનું વાવેતર કરી ”વસુધા વંદન થકી અમૃત” વાટિકા તૈયાર કરવામાં આવી હતી. દેશની રક્ષા કાજે સર્વોચ્ચ બલિદાન આપનાર વીરોના પરિવારનું સન્માન કરીને વીરોને વંદન થકી શ્રધ્ધાંજલિ અર્પવામાં આવી હતી.

Sihore taluk painted in patriotic colours; Mari Mati - Maro Desh was celebrated in all the villages including Kajavdar

કાર્યક્રમના અંતે ધ્વજ વંદન કરી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતુ. આમ, સિહોર તાલુકાના દરેક ગામમાં ”મારી મારી – મારો દેશ” કાર્યક્રમ રાષ્ટ્ર ભકિતની ભાવનાથી ઉજવવામાં આવ્યો હતો.

Advertisement
error: Content is protected !!