Sihor
સિહોર – બુધવારથી દાઉદી વ્હોરા સમાજમાં, ગુરૂવારથી મુસ્લિમ સમાજમાં પવિત્ર રમઝાન માસનો પ્રારંભ
દેવરાજ
પવિત્ર રમઝાન માસ દરમ્યાન મુસ્લિમ સમાજ તથા દાઉદી વ્હોરા સમાજ રોઝા, નમીઝા ઝકાત જેવા નેક કાર્યોમાં સામેલ થશે: રૂહાની માહોલ
સમસ્ત મુસ્લિમ સમાજ તથા દાઉદી વ્હોરા સમાજમાં પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થઈ રહ્યો છે. દાઉદી વ્હોરા સમાજમાં તા.22ના બુધવારથી પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થશે તથા સમસ્ત મુસ્લીમ સમાજમાં ગુરૂવારથી રમઝાન માસનો પ્રારંભ થશે. દાઉદી વ્હોરા સમાજ તથા મુસ્લીમ સમાજમાં અનેરો ધર્મોત્સાહ છવાયો છે. રમઝાન માસમાં રોઝાનું વિશેષ મહત્વ છે. નાના-નાના ભુલકાઓ પણ રોઝા રાખે છે. મસ્જીદોમાં ઈબાદત કરાશે. પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થતો હોવાથી દાઉદી વ્હોરા સમાજ તથા મુસ્લીમ સમાજમાં તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. દાઉદી વ્હોરા સમાજમાં તા.22મીના બુધવારથી પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થઈ રહ્યો છે.
આવતીકાલે પહેલી રાત છે બુધવારે પહેલુ રોઝુ છે. વિશ્વભરમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા તા.22મીથી રમઝાન માસનો પ્રારંભ થશે. આવતીકાલે રમઝાન માસની પહેલી રાત છે, તેથી તા.22મીના પહેલું રોઝુ છે. દેશ અને દુનિયાની સાથોસાથ દાઉદી વ્હોરા સમાજમાં ઈસ્લામ ધર્મમાં અતિ પવિત્ર લેખાતો પાક રમઝાન માસનો બુધવારથી મિસરી કેલેન્ડર મુજબ પ્રારંભ થઈ રહ્યો છે. દાઉદી વ્હોરા તેમજ મુસ્લિમ સમાજના બિરાદરો અલ્લાહના રંગમાં રંગાઈને રોઝા, નમાઝ, ઝુકાત જેવા નેકકાર્યોમાં સામેલ થઈને સળંગ એક માસ સુધી અલ્લાહમય બની જશે. પવિત્ર રમઝાન માસને લઈને મુસ્લિમ બિરાદરોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. સમસ્ત મુસ્લીમ સમાજમાં પવિત્ર રમઝાન માસને લઈને રૂહાની માહોલ જોવા મળી રહ્યો છે.