Sihor
સિહોર ; સફાઈ કામદાર તરીકે ભરતી થયા હોય તેની પાસે સફાઈ કરાવવામાં આવે ; દલિત અધિકાર મંચ
દેવરાજ
દલિત અધિકાર મંચનો આરોપ છે કે પ્રમુખ ઉપ્રમુખના ભત્રીજાઓ ગ્રેજ્યુએટ છે તેની નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ભરતી થયેલી છે, આ લોકો સફાઈ કરતા નથી
સિહોર નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ભરતી થયા હોય તેની પાસે સફાઈ કરાવવામાં આવે તેવી માંગ દલિત અધિકાર મંચ દ્વારા કરવામાં આવી છે, ભૂતકાળમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત દ્વારા સફાઈ કામદારો ને થતા અન્યાય માટે આંદોલન યાત્રા અને જેના કારણે સફાઈ કામદારોની અનેક સમસ્યાઓ દૂર થઈ છે. દલિત અધિકાર મંચના કારણે સિહોર નગરપાલિકાનુ સેટ-અપ મંજુર થયેલ જેમા પચાસ ટકા સફાઈ કામદારો ની ભરતી કરવાની મંજુરી અપાયેલ તેના કારણે વર્ષ ૨૦૨૨માં નગરપાલિકા દ્વારા સિનિયોરીટી લીસ્ટ બહાર પડાયેલ એ સિનિયોરીટી મુજબ વર્ષોથી રોજમદાર સફાઈ કામદાર તરીકે સફાઈ કામ કરતા દલિત સમાજ ના લોકોને નિયમ મુજબ ભરતી કરવામા આવેલ પરંતુ દરેક નગરપાલિકામાં ઓબીસી/એસટી અનામત સફાઈ કામદારમાં હોતી નથી તેમ છતાં સિહોર નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ દ્વારા તેમના કુટુંબના ગ્રેજ્યુએટ થયેલા યુવાનો છે પ્રાઈવેટ એજન્સીમાં કામ કરતા હતા તેમને સિનિયોરિટી લિસ્ટમાં નામ ન હોવા છતાં સફાઈ કામદાર તરીકે ભરતી કરાવેલ તેની સાથે કોઈ વાંધો નથી પરંતુ આ લોકો સફાઈ કામ કરતા નથી તેઓને ઓફીસમાં બેસાડાય છે
સફાઈ માત્ર દલિત સમાજ ના લોકો જ કરે છે ભાજપનો એવો કેવો વિકાસ કે પ્રમુખ-ઉપપ્રમુખ ના ગ્રેજ્યુએટ ભત્રીજા ઓને સફાઈ કામદાર તરીકે ઓર્ડર અપાવ્યો પરંતુ સફાઈ કામ નહી કરવાનુ આવો જાતી ભેદભાવ કેમ આ પ્રશ્ને આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા સિહોર નગરપાલીકા ના ચિફ ઓફિસર ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામા આવી હતી દુઃખ ની વાત એ છેકે સિહોર નગરપાલિકા ના કારોબારી ચેરમેન ડાહ્યાભાઇ રાઠોડ દલિત સમાજ ના હોવા સતા સમાજ ને થતા અન્યાય બાબતે એક શબ્દ બોલવા તૈયાર નથી કોંગ્રેસ-ભાજપ-અપક્ષ ના સાત નગરસેવક દલિત સમાજ ના છે તેમ સતા સિહોર નગરપાલિકામા પટ્ટાવાલા- વોર્ડ બોય ક્લાર્ક મા એક પણ વ્યકિત દલિત સમાજ નો નથી માત્ર સફાઈ કામદાર માજ દલિત સમાજ છે સફાઈ કામદાર તરીકે ભરતી થયેલા ને સફાઈ કામ કરાવવામાં આવે એવી રજૂઆત કરાઈ હતી