Sihor
સિહોર ; લીંબુના ભાવ દાંત ખાટા કરી નાંખશે!

પવાર
સૌરાષ્ટ્રમાં ભાવ રૂા.150 ને વટાવી ગયા : અઢીસો ઉપર ભાવ પહોંચી જવાની ભિતી
ઉનાળામાં લીંબુનું પાણી પીવું હિતાવહ માનવામાં આવે છે.પરંતુ હાલ લીંબુના ભાવ સતત વધી રહ્યા છે અને હજુ વધુ વધશે.ભાવને લઈ લીંબુ ઐતહાસિક સપાટી વટાવશે તેવી શક્યતા સૌરાષ્ટ્રના લીંબુના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.જેને લઇ જે ખેડૂતો પાસે લીંબુ છે તેને મોટો આર્થિક ફાયદો થશે. લીંબુ પીવાથી દાંત અને વધેલા ભાવને લઈ ખીસ્સા ખાટા થઈ જાય તેટલા ભાવ હાલ સિહોરમાં લીંબુ ના બોલાય રહ્યા છે. ઉનાળા માં લીંબુ સોડા,લીંબુ પાણી પીવામાં આવે છે.સરબત અને શેરડી ના રસમાં પણ લીંબુ નો ઉપયોગ થાય છે બીજી તરફ ઉનાળા માંજ લીંબુ ની આવક ઓછી થાય છે.જેને લઇ ઉનાળામાં સ્વાભાવિક જ લીંબુના ભાવ વધતા હોય છે.
પરંતુ હાલ લીંબુ ના ભાવ સાંભળતા જ દાંત ખાટા થઈ જાય છે.હાલ એક કિલોના ભાવ 150 રૂપિયા છે. આગામી સાતેક દિવસમાં જ ભાવ એક કિલોએ 250 થઈ જાય તેમ છે.કિલો એ અઢીસો રૂપિયા ભાવ એ ઐતહાસિક ભાવ કહી શકાય. એકજ અઠવાડિયામાં કિલોએ એકસો રૂપિયા નો વધારો થવા પાછળ પવિત્ર રમજાન માસ બેસે એટલે લીંબુની માગ મા મોટો વધારો થતો હોય છે. હોલસેલ અને છૂટક વેપાર કરતા વેપારીઓના જણાવ્યા મુજબ હાલ સિહોર યાર્ડમાં જે લીંબુ આવે છે તે સ્થાનિક આવે છે અને આવક ઓછી છે. હાલ જે ખેડૂતો પાસે લીંબુ હશે તેને મોટો આર્થિક ફાયદો થશે.