Connect with us

Sihor

સિહોર : આંતર રાજયમાં ચોરીઓની તરખાટ મચાવતી ટોળકીનો સાગરીત ઝડપાયો

Published

on

Sihore: A gang involved in inter-state thefts was caught

પવાર

  • ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડએ કુલ રૂ.૪૦,૯૭૦-નો મુદ્દામાલ કબ્જે કર્યો

આંતર રાજયોમાં ચોરી કરતી ટોળકીનાં સભ્યને ચોરીનાં મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડએ ઝડપી પાડી કુલ-૧૮ ચોરીઓનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં વણશોધાયેલ ચોરીઓનાં ગુન્હાઓ શોધી કાઢવા માટે ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતાં.

Sihore: A gang involved in inter-state thefts was caught

તે દરમ્યાન ભાવનગર, કેબલ સ્ટેડ બ્રિજ તરફ જતાં રોડ ઉપર આવેલ રામદેવપીરનાં મંદિર પાસે રોડ ઉપર આવતાં મળેલ હકિકત આધારે ઔરંગાબાદ, મહારાષ્ટ્ર ખાતે રહેતો વિક્રમ મલયપ્પા ભોંય ઉ.વ.૩૨ ને ઝડપી લઈ કડક હાથે પૂછપરછ કરતા ઝડપાયેલા શખ્સે એક પછી એક ચોરીઓની કબુલાત કરી હતી કે ભાવનગર જૂનાગઢ મહેસાણા કલોલ મહારાષ્ટ્ર મળી કુલ ૧૮ જેટલી ચોરીઓની કબુલાત કરી હતી પોલીસે ઝડપાયેલા શખ્સ પાસેથી કુલ રૂ.૪૦,૯૭૦-નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી

error: Content is protected !!