Sihor
સિહોર ; રંઘોળાની પ્રખ્યાત ફૂલવડી, એક વાર ચાખશો તો ડાઢે વળગશે

બુધેલીયા
ભાવનગર રાજકોટ હાઇવે પર આવેલું ગામ હરોળબંધ દુકાનો પરથી જ ખબર પડી જાય કે ચારેય બાજુ ફુલવડી દેખાય છે તો રંઘોળા આવી ગયું છે. ગામમાં પગ મુકતા જ ઠેર ઠેર તમને ફૂલવાડીને સોડમ આવવા લાગશે એટલે સમજી લેજો રંઘોળા પહોંચી ગયા અને અહીંની ક્રીસ્પી અને કરકરી ફુલવડી સૌને પ્રિય છે. ચારેય બાજુ બસ ફુલવડી જ ફુલવડી દેખાય. ઓછામાં ઓછી 30 – 40 દુકાનો હાઇવે પર છે. ભાવનગર હાઇવે પર ફુલવડીની સુગંધ આવવા લાગે એટલે સમજી જવાનું કે રંધોળા ગામ આવી ગયું છે. બહારથી કરકરી અને અંદરથી નરમ એવી આ વડીઓ. દિવસ પડી રહે એ પછી એનો સ્વાદ વધુ મજાનો બને છે.
જૂના સમયમાં જ્યારે શુકનવંતા પ્રસંગમાં પીરસાતા જમણવારમાં ફરસાણના વિકલ્પો મર્યાદિત હતા ત્યારે ફૂલવડીનો દબદબો હતો. ફુલવડી બનાવો એટલે સૌને ભાવે જ અને સૌની પ્રિય. ભોજનમાં લાડવા, ફુલવડી અને દાળ-ભાત તો લોકો હોંશે હોંશે ઝાપટે. વર્તમાન સમયમાં ફરસાણ તરીકે ભોજન સાથે અથવા ચા સાથે નાસ્તા તરીકે ફુલવડીનો પીરસવામાં આવે છે. વળી પ્રવાસ – મુસાફરી વેળા સાથે લઇ જવાના સૂકા નાસ્તા તરીકે ફુલવડીનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે. ફૂલવડી એ ચણાના લોટની એક જાતની વડી જે તેલમાં તળીને બનતી ચણાના લોટનું મસાલાદાર ભજિયું છે. સામાન્ય રીતે ભજિયાં કોઈ શાક આદિ વસ્તુ પર ખીરું લપેટીને તળીને બનાવવામાં આવતી વાનગી છે. પણ જ્યારે કોઈ શાકભાજી ઉમેર્યા સિવાય માત્ર લોટમાં મરચું, જીરું, ખાંડ, આખા કે ખાંડેલા ધાણા, વરીયાળી કે મરી મસાલા ઉમેરી ઝારા વડે અંગૂઠા જેટલી લાંબી જાડી સેવ જેવા આકારમાં ભજીયા પાડવામાં આવે છે ત્યારે તેને ફૂલવડી તરીકે ઓળખાય છે. આમ તો ગુજરાતમાં અનેક પ્રકારની ફુલવડી મળે છે.
દરેક પ્રાંતની પોતાની વિશેષતા હોય છે. પરંતુ ગુજરાત રાજ્યના રંઘોળા ગામની મહિમા કઈક અનોખી છે. ઘણા લોકો એ આ ગામનું નામ પણ સાંભળ્યું નહીં હોય જ્યારે ભાગસાગર ડેમ જે રંઘોળા ગામની નદીથી ઓળખાય છે એ આ ગામની ઓળખ છે. ભાવનગર હાઇવે પર આવેલું ગામ હરોળબંધ દુકાનો પરથી જ ખબર પડી જાય કે ચારેય બાજુ ફુલવડી દેખાય છે તો રંઘોળા આવી ગયું છે. સ્વાદરસિયા માટે તો આ ગામની પ્રસિધ્ધિ જ ફુલવડીથી જોડાયેલી છે. ગામમાં પગ મુકતા જ ઠેર ઠેર તમને ફૂલવાડીને સોડમ આવવા લાગશે એટલે સમજી લેજો રંઘોળા પહોંચી ગયા અને અહીંની ` સૌને પ્રિય છે ફુલવડી