Sihor
સિહોર શ્રી જૈન સમાજ દ્વારા પછાત વિસ્તારોના ગરીબોમાં મીઠાઈ અને ફ્રૂટ વિતરણ કર્યું

પવાર
પાલીતાણા તીર્થે શ્રી ઋષભદેવ પરમાત્માના મંગલકારી શ્રી જન્મ તથા દીક્ષા કલ્યાણક ઉજવણી અંતર્ગત ખુશાલી પ્રસંગે શ્રી જૈન સમાજ દ્વારા પાલીતાણા તથા આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તાર ની ૨૦ થી વધુ સ્કુલોના બાળકો ને તથા સિહોર જૈન સમાજ દ્વારા સંચાલીત શ્રી વીર બજરંગ ખીચડી ભંડાર ના ઉત્સાહી જૈન યુવાનો દ્વારા સિહોર શહેર તેમજ સ્લમ વિસ્તાર માં ઝૂપડપટ્ટી તેમજ ગરીબો ને ઉત્તમ પ્રકારની મીઠાઈઓ તથા તેમજ ૫૦૦ કિલો આરોગ્ય દાયક ફળોનું વિતરણ કરવામાં આવેલ.
જેમાં જૈનસમાજ ના અગ્રણી તેમજ દેરાસર ના પૂજારી ધનવંતભાઈ શાહ, ની ખાસ ઉપસ્થિત તેમજ જૈન સમાજ ના આગેવાનો,સમાજ શ્રેષ્ઠીઓ,આગેવાનો , મહાનુભાવો, વડીલો,તેમજ યુવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા