Sihor
સિહોર કે સિતારે ની “કાકા” (સ્વ.મુકેશભાઈ જાની) ને સ્વરાંજલી પાઠવામાં આવી

દેવરાજ
- મુકેશભાઈ જાનીના અવસાનથી ઘણુ દુઃખ તેમનો મિલનસાર સ્વભાવ યાદ રહેશે ; તારક પાઠક
- સિહોર નગરપાલિકાના નગરસેવક અને સુર સંગીતનું ઘરેણું એવા સ્વ.મુકેશભાઈ જાનીને શ્રદ્ધાંજલિ
સિહોરના નગરસેવક અને સ્થાનિક લોકનેતા મુકેશભાઈ જાનીના દેહવિલય અંગે શિવ કે સિતારે ગ્રુપના તારક પાઠકઍ શોકની લાગણી વ્યકત કરી શોક સંદેશ પાઠવ્યો છે. તેમનો સ્નેહાળ અને મિલનસાર સ્વભાવ કાયમ યાદ રહેશે. સમગ્ર કુટુંબને આ વિપદા સહન કરવાની પ્રભુ શકિત આપે. ઇશ્વર સદ્ગતના આત્માને શાંતિ અર્પે ઍવી પ્રાર્થના. સિહોર નગરપાલિકાના નગરસેવક અને સિહોરની સંગીત દુનિયાના સિતારા એવા સ્વ.મુકેશભાઈ જાની એટલે સૌના કાકા ની ઓચિંતી વિદાય હજુ પણ લોકોના માન્યામાં આવતી નથી. તેમની યાદોને અને તેમના સ્વરને જીવંત રાખતી સ્વરાંજલી કાર્યક્રમ સિહોરમાં અલગ અલગ કલાપ્રેમીઓ અને ખાસ કરીને કાકા ના અવાજના દિવાનાઓ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવામાં આવી છે.
ત્યારે સિહોરના સંગીત પ્રેમીઓ અને શિવ કે સિતારે દ્વારા દવેશેરી માં આવેલ રામવાડી ખાતે સ્વરાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાકા ના મનપસંદ ગીતો કલાકારો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. આ સ્વરાંજલી કાર્યક્રમમાં ધીરુભાઈ ચૌહાણ, કિશનભાઈ મહેતા, ચેતનભાઈ ત્રિવેદી, કિશનભાઈ મહેતા, દિવ્યાબેન મહેતા, નંદીનીબેન ભટ્ટ, કેતનભાઈ જાની સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ ભીની આંખે કાકા ને શ્રધાંજલિ અપર્ણ કરી હતી.