Sihor
સિહોર વોર્ડ 9માં આવેલ અનુસુચિત જાતિનું સ્નાનઘાટ શહેરના નકશામાં છે કે નહીં.? શિવસેના પ્રમુખ કેશુભાઈ સોલંકી

પવાર
અનેક વખત રજુઆત છતાં ધ્યાન અપાતું નથી, વ્હાલા દવલાની નીતિ રખાય છે, નગરપાલિકા અમુક ભષ્ટાચારી કર્મચારીઓનું રાજ ; આઠ દિવસમાં સમસ્યાનો ઉકેલ નહિ તો આંદોલન ; કેશુભાઈ સોલંકી
સિહોર શિવસેના પ્રમુખ કેશુભાઇ સોલંકી દ્વારા વોર્ડ નં.9 અનુસૂચિતજાતિના સ્નાનાઘાટને લઈ કેટલાક સવાલો ઉઠાવ્યા છે સિહોર નગરપાલિકા વોર્ડ.9 મુક્તેશ્વર મહાદેવ મંદિર ની બાજુમાં આવેલ અનુસૂચિત જાતિના લોકોના કોઈ મરણ પ્રસંગે ઉપયોગમાં આવી શકે તે માટે નગરપાલિકા દ્વારા સ્નાનઘાટ બનાવવામાં આવેલ પણ સુવિધાથી વંચિત હોય તેમ છેલ્લા બે વર્ષ થવા આવ્યા આજ સુધી આ ઘાટનો ઉપયોગ થયો નથી અને અધૂરા કામ સાથે સ્નાનઘાટ શોભાના ગાઠીયા સમાન હોય તેવું સ્પષ્ટ જણાય છે.આ સ્નાનઘાટ છે પણ પાણી થી વંચિત છે તેમજ શિવસેના પ્રમુખ સોલંકી એ આક્ષેપ સાથે જણાવેલ છે કે શું અનુસૂચિતજાતિ વસવાટ કરે છે માટે કામ હાથ નથી ધરાયું વ્હાલા દવલાની નીતિ રીતિથી આ વિસ્તાર સિહોરના નકશામાં ન હોય તેવું લાગે છે, પાણી પુરવઠા વિભાગ ના સુપરવાઈઝર ને વારંવાર રજૂઆત પણ કરી છે
તાત્કાલિક ધોરણે પાણીનો સીંટેક્સ ટાંકા મૂકવામાં કીધું હોવા છતાં ખો આપવામાં આવે છે.નિષ્ઠાવાન ચીફ ઓફિસરનું પાલિકામાં કોઈ સુપર વાઈઝર કે કર્મચારીઓ માનતા નથી કારણકે સતાધીશોના અમુક સુપર વાઈઝર , કર્મચારીઓ ( વહીવટદાર) ચમચાગીરી કરી હોય નોકરી ને બદલે પાલિકા ના ફરજ નિષ્ઠ કર્મચારીઓ વિરૂદ્ધ સતાધીશો વિરૂદ્ધ સામસામે લાવી ઝઘડા કરાવવાના ષડયંત્ર રચવાના સિવાય કોઈ ફરજ બજાવતા નથી . હાલ ની પરિસ્થિતિ જોતાં સિહોર પાલિકા ની પરિસ્થિતિ સતાધીશો ની ટર્મ પૂર્ણ થતાં પાલિકા ની પરિસ્થિતિ ધણીધનિયાત વગરની છે અને વહીવટદારની નિમણુક કરી કોઈ દિવસ વહીવટદાર પટેલ પાલિકામાં આવ્યા નથી અને સરળ અધિકારી ચીફ ઓફિસર મારકણા નું કોઈ માનતું નથી એટલે કહેવાયું છે કે અધિકારી રાજ નહિ અમુક ભ્રષ્ટાચારી કર્મચારી રાજ હોવાનું ચર્ચાય રહ્યું છે આ સાથે શિવસેના પ્રમુખ કેશુભાઇ સોલંકી એ જણાવેલ આઠ દિવસમાં સ્નાનઘાટ નું કામ પૂર્ણ નહિ થાય તો પાલિકાના સંકુલમાં ગાંધી ચિંધ્યા માર્ગ સાથે ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી આપી છે