Sihor
સિહોર ; બંદુકની અંણીએ આંગડિયા કર્મચારી લૂંટાયા, હીરા સહિત 1 કરોડની રોકડ લૂંટાયાનો અંદાજ

દેવરાજ – બ્રિજેશ
- બસ સ્ટેન્ડ પાસે આજે વહેલી સવારે આંગડિયા પેઢીને બંદુકની અણીએ લૂંટ, ઢસાની આંગડિયા પેઢીના બે કર્મચારીનું ચાર અજાણ્યા લૂંટારુઓએ બંદુકની અણીએ અપહરણ કરી લાખ્ખોના હીરાનાં પાર્સલ્સની લૂંટ ચલાવી હતી.જેમાં બેમાંથી એક કર્મચારી નાટ્યાત્મક ઢબે નાસી છુટ્યો હતો.
- તમંચાની અણીએ આંગડિયા પેઢીના 2 કર્મીઓનું કાર સાથે જ અપહરણ, CCTVના આધારે પોલીસ તપાસ શરૂ, વહેલી સવારે ફિલ્મી ઢબે લૂંટ વિથ અપહરણની ઘટના બની હતી. જેમાં બુકાનીધારી ગેંગ દ્વારા આંગડિયા પેઢીના કર્મીની કારને થોભાવી બંદુકની અણીએ 2 કર્મીઓને ધમકાવ્યા હતા
સિહોરમાં આજે વહેલી સવારે આંગડિયા પેઢીના કર્મચારીનું અપહરણ કરી લાખોના હીરાની લૂંટ ચલાવી કરાર થઇ જતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.આંગડિયા લૂંટની સમગ્ર ઘટના ડી.સી.ટી.વી.કેમેરામાં કેદ થઇ છે. સમગ્ર જિલ્લામાં ચકચાર જગાવનાર આ ઘટના અંગે પ્રાપ્ત વિગત મુજબ સિહોરમાં આવેલ ઢસાની આર.મહેન્દ્રકુમાર એન્ડ કુ.ના બે કર્મચારીઓ આજે સવારે સાથી સિહોર આવી ઓફીસ તરફ જઈ રહ્યા હતા ત્યારે એસ.ટી.બસ સ્ટેન્ડના ઢાળ પાસે ચારથી વધુ લૂંટારાઓએ કાર અટકાવી કાર સહિત આંગડિયાકર્મીને ઉઠાવી જઇ કાર સાથે કરાર થઇ ગયા હતા.
આંગડિયા કર્મચારી પાસે લાખો રૂપિયાની કિંમતના હીરા હોવાનું જાણવા મળેલ છે. સી.સી.ટી.વી.કેમેરામાં કેદ થઇ છે. આ બનાવની જાણ થતાં સિહોર પોલીસ ઉપરાંત એલ.સી.બી.,એસ.ઓ.જી.સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો અને સી.સી.ટી.વી.ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી હતી.પોલીસ તપાસ બાદ જ લૂંટનો સાચો આંકડો બહાર આવશે. આજે વહેલી સવારે સિહોરમાં બધુંકની અણીએ આંગડિયા પેઢીના કર્મચારી પાસે રહેલ લાખો રૂપિયાના હીરાની લૂંટ ચલાવી આંગડિયા પેઢીના કર્મચારીનું અપહરણ કરી લૂંટારાઓ નાસી છૂટતા સનસનાટી મચી જવા પામી છે
ઢસામાંથી આર.મહેન્દ્ર આંગડિયા પેઢીના કર્મચારી સિહોર પાસે પહોંચ્યા હતા ત્યારે સિહોર બસ્ટેન્ડના ઢાળ પાસે ૪ થી વધુ લૂંટારાઓ બધુંકની અણીએ કાર સહિત બે આંગડિયા કર્મીને લઈ ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતા જ સિહોર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી આ અંગે ભાવનગર પોલીસને જાણ કરાતા ભાવનગર થી એલ.સી.બી., એસ.ઓ.જી .સહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળ દોડી ગયો હતો અને તપાસમાં જોડાયો હતો. બે પૈકી એક કર્મચારીને લૂંટારૂ ઉપાડી ગયા છે. અને એકની પોલીસ પુછપરછ કરી રહી છે. આ બાદ લૂંટ અંગે ફરિયાદ નોંધાશે તેમ મનાવામાં આવે છે. લુંટની આંકડો એકાદ કરોડ હોવાનું અનુમાન છે.
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
આંગડિયા લૂંટની આ સમગ્ર ઘટના સી.સી.ટી.વી.કેમેરામાં કેદ થઇ છે. આ બનાવની જાણ થતાં સિહોર પોલીસ ઉપરાંત એલ.સી.બી.,એસ.ઓ.જી.સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો અને સી.સી.ટી.વી.ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી હતી.પોલીસ તપાસ બાદ જ લૂંટનો સાચો આંકડો બહાર આવશે.
શહેરના તમામ રસ્તા પર પોલીસની ટીમે તપાસ હાથ ધરી
આ ઘટના અંગે ડીવાયએસપી મિહિર બારિયાએ જણાવ્યું હતું કે આજે વહેલી સવારે આંગડિયા પેઢીના કર્મચારીઓને ગાડીમાં આંતરી લૂંટ કરવા અંગે માહિતી મળી હતી, એ બનાવને પગલે તાત્કાલિક એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને શહેર ફરતા તમામ આવવા-જવાના રસ્તોઓ પર અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી છે.
વિવિધ થિયરીથી લૂંટારાઓના સગડ મેળવવા તપાસ શરૂ
આ અંગે રાજ્યભરની પોલીસને જાણ કરવામાં આવી છે. હાલમાં વિવિધ થિયરીથી લૂંટારાઓના સગડ મેળવવા તપાસ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું છે. આ ઉપરાંત આંગડિયા પેઢી સાથે સંકળાયેલાં સૂત્રોએ જણાવ્યું હતું કે કેટલી રકમનો મુદ્દામાલ હતો એ કહેવું મુશ્કેલ છે, પરંતુ એક અનુમાન મુજબ મુદ્દામાલ લાખોની રકમનો હોવાનું મનાઈ રહ્યું છે. આ ઘટનાને લઈને ભારે ચકચાર મચી છે.