Sihor
સિહોર ; સોનગઢ ગુરુકુળ ખાતે બે દિવસીય શિયાળુ શિબિર યોજાઈ ગઈ

પવાર
- સોનગઢ પોલીસ અને ગુરુકુળ દ્વારા જુનિયર એસ.પી.સીના વિદ્યાર્થીઓને તાલીમ અપાઈ ; વિધાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા
સિહોરના સોનગઢ ખાતે આવેલ ગુરુકુળ પ્રાથમિક શાળા અને સોનગઢ પોલીસ સ્ટેશન દ્વારા ગુરુકુળ પ્રાથમિક શાળામાં જુનિયર એસ.પી.સી.ના વિદ્યાર્થીઓનો વિન્ટર કેમ્પ સોનગઢ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. ડી.વી.ડાંગરના અધ્યક્ષસ્થાને દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુકાયો હતો
આ તકે ગુરુકુળ સંસ્થાના મુખ્યાધિષ્ઠાતા ડો.જયદીપસિંહ ચૌહાણ, દયાનંદ કન્યા વિદ્યાલયના આચાર્યા એ.જી.જોશી, દયાનંદ કન્યા પ્રાથમિક શાળાના આચાર્ય જીતેન્દ્ર કુમાર દવે, શ્રી ગુરુકુળ વિવિધલક્ષી હાઈસ્કુલના પ્રતિનિધિ પીઠાભાઈ ગુરુજી, એ. ડી.આઈ. હરપાલસિંહ રાણા,સી.પી.ઓ. મહાસુખરાય બી.ભટ્ટ, વિક્રમસિંહ કે.ગામેતી તેમજ સોનગઢ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઉપસ્થિત રહેલ. મહેમાનોનું પુષ્પગુચ્છથી અભિવાદન કર્યા બાદ સોનગઢ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. ડી.વી. ડાંગરે વિદ્યાર્થીઓને એસ.પી.સી. નું મહત્વ સમજાવેલ.
તેમજ ગુરુકુળ સંસ્થાના મુખ્યાધિષ્ઠાતા ડો.જયદીપસિંહ ચૌહાણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરેલ. પ્રથમ દિવસની શિબિરમાં વ્યક્તિ-વિશેષ અંતર્ગત કાજાવદર પ્રાથમિક શાળાના આચાર્ય દિલીપભાઈ ચૌહાણે વાર્તાલાપ કરેલ.આ ઉપરાંત વ્યસનમુક્તિ જાગૃતિ નાટક,વક્તવ્યો તેમજ પ્રતિભાવંત અભિવ્યક્તિ, મારા જીવનનો શ્રેષ્ઠ અને સૌથી ખરાબ અનુભવ, કેમ્પસની સ્વચ્છતા, સુશોભન, સલામતી, પર્યાવરણની જૂથ પ્રવૃત્તિ તેમજ આઉટડોર ગેમનું આયોજન કરાયેલ.સમગ્ર કાર્યક્રમની આભારવિધિ ગુરુકુળ પ્રાથમિક શાળાના આચાર્ય કાનાભાઈ એચ. ડાંગરે કર્યું હતું