Connect with us

National

કર્ણાટકમાં મુખ્યમંત્રી પદે શપથ લેતા સિધ્ધરમૈયા : ડી.કે.શિવકુમાર ડે.સીએમ, આઠ મંત્રીઓની શપથવિધિ

Published

on

Siddaramaiah taking oath as Chief Minister in Karnataka: DK Shivakumar Day CM, 8 Ministers sworn in

બરફવાળા

બેંગ્લોરમાં કોંગ્રેસના લાખ્ખો ટેકેદારો દ્વારા ઉત્સવ જેવો માહોલ બનાવાયો : ઠેર ઠેર ધજા અને કમાનો : કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર કર્ણાટકમાં મંત્રી બન્યા : રાહુલ તથા પ્રિયંકા ગાંધી ઉપરાંત નીતિશકુમાર, એમ.કે.સ્ટાલીન, શરદ પવાર, કમલ હાસન હાજર : કોંગ્રેસ શાસનના ત્રણેય મુખ્યમંત્રીઓ પણ ઉપસ્થિત : સાંજે ખાતાઓની ફાળવણી

Siddaramaiah taking oath as Chief Minister in Karnataka: DK Shivakumar Day CM, 8 Ministers sworn in
કર્ણાટકામાં પ્રચંડ વિજય સાથે મુખ્યમંત્રી પદે સિધ્ધરમૈયા તેમજ નાયબ મુખ્યમંત્રી પદે ડી.કે.શિવકુમારની સાથે આઠ મંત્રીઓએ પણ શપથ લીધા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી, મહામંત્રી પ્રિયંકા ગાંધી ઉપરાંત વિપક્ષના નેતાઓની હાજરી વચ્ચે યોજાયેલી શપથવિધિમાં એનસીપીના નેતા શરદ પવાર, પીડીપી નેતા મહેબુબા મુફતી પણ હાજર હતા.

Siddaramaiah taking oath as Chief Minister in Karnataka: DK Shivakumar Day CM, 8 Ministers sworn in

આ ઉપરાંત કોંગ્રેસ સરકારના મુખ્યમંત્રી અશોક ગેહલોત, છતીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બધેલ અને હિમાચલના મુખ્યમંત્રી સુખવિન્દર સુખુ પણ સામેલ થયા હતા. વિપક્ષી નેતાઓમાં બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર, તામીલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલીન એમડીએમકેના પ્રમુખ અને અભિનેતા કમલ હાસન પણ જોડાયા હતા. બેંગ્લોરના કાંતીખા સ્ટેડીયમમાં આજે ઉત્સવ જેવો માહોલ હતો અને કોંગ્રેસના હજારો ટેકેદારો ઉપસ્થિત હતા. દિલ્હીથી રાહુલ ગાંધી ઉપરાંત પ્રિયંકા ગાંધી આવી પહોંચતા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેનાર ડી.કે.શિવકુમારે તેમનું સ્વાગત કર્યુ હતું.

Siddaramaiah taking oath as Chief Minister in Karnataka: DK Shivakumar Day CM, 8 Ministers sworn in

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ શપથવિધિમાં સામેલ હતા. જોકે સ્વાસ્થયના કારણે સોનિયા ગાંધી શપથ વિધિમાં હાજર રહી શકયા ન હતી. કર્ણાટકમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી ઉપરાંત સીનીયર ધારાસભ્ય જી.પરમેશ્ર્વર, સતીષ જરકીહોલી, કે.એચ.મુનીઅપ્પા, કે.જે.જયોર્જ, એમ.વી.પાટીલ, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયાંક ખડગે, રામલિંગા રેડ્ડી તથા ઝમીર અહમેદ ખાનએ મંત્રી તરીકે શપથ લીધા હતા અને બાદમાં તેઓને સાંજે મળનાર કેબીનેટની બેઠકમાં ખાતાઓની ફાળવણી કરવામાં આવશે. બેંગ્લોરમાં આજે ચારે તરફ કોંગ્રેસના ઝંડા લહેરાતા હતા. શપથવિધિ સમારોહ બાદ વિપક્ષના નેતાઓ સાથે એક બેઠક પણ આયોજન થયું છે.

Advertisement
error: Content is protected !!