Connect with us

Sihor

સિહોરનો કૃખ્યાત બુટલેગર જયેશ ભાણજી બે દી’ રિમાન્ડ પર

Published

on

Sehore's notorious bootlegger Jayesh Bhanji on remand

દેવરાજ

રૂા.2.08 લાખના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધો હતો, સાત દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

સિહોરની એકતા સોસાયટીના કુખ્યાત બુટલેગર જયેશ ભાણજી ને બે લાખથી વધુના દારૂ-બિયરના જથ્થા સાથે પોલીસે ઝડપી લીધા બાદ ગઈકાલે કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

Sehore's notorious bootlegger Jayesh Bhanji on remand

પ્રાપ્ત માહિતી અનુસાર સિહોરની એકતા સોસાયટીમાં રહેતો જયેશ ઉર્ફે જયરાજ ભાણજીભાઈ મકવાણા નામના શખ્સને તેના પ્લોટમાં આવેલા પાણીના અલગ-અલગ ટાંકામાં છુપાવેલી વિદેશી દારૂની મોટી બોટલ નં.૨૨૭, ચપટાં નં.૭૨૦ અને બિયરના ટીન નં.૬૦ સાથે સિહોર પોલીસે ઝડપી લીધા બાદ ગઈકાલે ગુરૂવારે સાત રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બુટલેગર જયેશ ઉર્ફે જયરાજ મકવાણાના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે દારૂ ક્યાંથી આવ્યો હતો. કોણે મોકલાવ્યો હતો, દારૂના વેપલામાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે તમામ વિગતો ખુલશે તે નક્કી છે

Advertisement
error: Content is protected !!