Connect with us

Sihor

સિહોર સરકારી હોસ્પિટલની ઇમરજન્સી સેવા એમ્બ્યુલન્સ છેલ્લા એક માસથી બંધ – એમ્બ્યુલન્સ રિપેરિંગમાં છે

Published

on

sehore-govt-hospital-emergency-service-ambulance-shut-down-for-last-one-month-ambulance-under-repair

પવાર

  • સૂત્રો કહે છે કે એમ્બ્યુલન્સ નિયમ કરતા વધુ કિલોમીટર ચાલી ગઈ છે, વારંવાર રિપેરિંગ કરાવવી પડે છે, સરકારમાંથી નવી એમ્બ્યુલન્સ ફળવાય તેવી માંગ ઉઠી

સિહોર સરકારી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ છેલ્લા એક માસથી બંધ હાલતમાં પડી છે જેના કારણે હોસ્પિટલમાં ઇમરજન્સી સારવાર ખોરવાઈ છે અને ઇમરજન્સી માટે રીફર કરાતા દર્દીઓના સગાઓને દર્દી બહાર રીફર કરવા પ્રાઇવેટ વાહનો માટે રઝળપાટ કરવો પડે છે. સરકારની વિકાસલક્ષી વાતું અને જાહેરાતોની વચ્ચે જમીની હકીકતમાં લાંબું અંતર જોવા મળી રહ્યું છે. સિહોર સરકારી હોસ્પિટલમાં છેલ્લા એક માસથી એમ્બ્યુલન્સની સુવિધા બંધ જેવી હાલતમાં છે. એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી ન છૂટકે દર્દીઓને પ્રાઇવેટ એમ્બ્યુલન્સનો સહારો લેવો પડે છે.

sehore-govt-hospital-emergency-service-ambulance-shut-down-for-last-one-month-ambulance-under-repair

બિચારા ગરીબ દર્દીઓ બેબસીથી આ તમાસો જોઈ રહ્યા છે. સરકારી હોસ્પિટલ ની ઇમરજસી સેવા આપતી એમ્બ્યુલન્સ છેલ્લા એક માસથી બંધ હાલતમાં છે જેને રિપેરિંગમાં મોકલાઈ છે વર્ષ 2016થી કાર્યરત એમ્બ્યુલન્સ જે આશરે બે લાખથી વધુ કિલોમીટર ચાલી છે. એમ્બ્યુલન્સની હાલત કંડમ દેખાઈ રહી છે. આ પરિસ્થિતીમાં પણ સ્થાનિક તંત્ર દ્વારા રીપેર અર્થે મુકવામાં આવી છે સરકારી નિયમન મુજબ આ વધુ કિલોમીટર એમ્બ્યુલન્સ ખખડધજ થઇ હોય જેથી સરકારી નિયમન મુજબ હોસ્પિટલમાં નવી એમ્બ્યુલન્સ સેવા ફળવાય તેવી માંગ પણ ઉઠી છે

error: Content is protected !!