Sihor
સિહોર : પતંગ બજારમાં મંદી, વેપારીઓની પતંગ ઉડતા પહેલાં જ કપાઈ હોય તેવી સ્થિતિ

દેવરાજ
- શહેરમાં પતંગ બજારમાં મંદીનો માહોલ, ઉત્તરાયણના સ્ટોલોમાં ઉત્તરાયણ પહેલાં માનવ મહેરાણ ઉમટી પડતું તે સ્ટોલો આ વર્ષે સુસ્તીમાં
મકર સક્રાંતિ ના તહેવાર આડે હવે ગણતરી ના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે સિહોરમાં હજુ પણ જોઈએ તેવો ખરીદીનો માહોલ જામ્યો નથી. ઘણા સમયથી મંદીનો માહોલ દરેક ક્ષેત્રમા પ્રવર્તતો જોવા મળી રહ્યો છે. ત્યારે સિહોરની બજારોમાં પણ તેજીના માહોલની જગ્યાએ સુસ્તીનો માહોલ દેખાઈ રહ્યો છે. જો કે એવા ઘણા સિહોરીજનો છે કે જેમને કોઈ પણ પ્રકારની મંદી તહેવારને ઉજવવામાં નથી નડી રહી. એક વાત ચોકક્સ છે કે ઉચરાયણના તહેવારના દિવસે લોકો પોતાના પતંગ ચોકક્સ ઉડાવશે પરંતુ વેપારીઓના પતંગ ઉડશે કે કેમ તે જોવુું મહત્વનુ રહેશે.
ઉત્તરાયણના તહેવારને આડે હવે બસ ગણતરીના જ દિવસો બાકી બચ્યાં છે. ત્યારે સિહોરની પતંગ બજારમાં માં પતંગ અને ફીરકી માં અવનવી વેરાયટીઓ પણ આવી છે. પરંતુ હજુ પણ ખરીદીના માહોલમાં સુસ્તી દેખાઈ રહી છે. સૌ કોઈ આ તહેવારને વધાવી લેવા આતુર હોઈ છે. દર વર્ષે લોકોનુ મહેરામણ ઉમટી પડતુુ હોઈ છે પતંગની ખરીદી માટે. જો કે આ વખતે ક્યાંકને ક્યાંક મંદીની અસર પણ જોવા મળી રહી છે. તો કેટલાંક લોકો માને છે કે સિહોરીજનોને કોઈ પણ પ્રકારની મોંઘવારી કે મંદીની અસર મોજ કરવામાંં નડતી નથી. ગત વર્ષ કરતાં આ વર્ષે પતંગ અને દોરામાં 15 થી 20 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
પતંગ અને દોરા ની બનાવટ માં ચીજવસ્તુઓ નો વપરાશ કરવામાં આવે છે તેના રો મટીરીયલના ભાવમાં વધારો થતાં તેમજ માણસોના મહેનતાણાની કિંમતમાં વધારો થતાં પતંગ અને દોરા ના ભાવ માં પંદરથી વીસ ટકાનો વધારો જોવા મળ્યો છે. પતંગમાં પણ અમિત શાહ અને મોદી ની જોડી હોટ ફેવરિટ જોવા મળી રહી છે. તો સાથે જ યુવાઓને ગેમનું ઘેલું લગાડનાર પબજીની પતંગો પણ જોવા મળી રહી છે. પતંગમાં 25 રૂપિયાના પંજાથી લઈ 250રૂપિયા સુધીનો પંજો હાલ બજારમાં વેચાઈ રહ્યો છે. તો ફીરકી માં પણ દસ રૂપિયાથી માંડી 700 રૂપિયા સુધીની ફીરકી ઓ બજારમાં વેચાઇ રહી છે. આગામી શનિવારના ના રોજ સિહોર સહિત સમગ્ર ગુજરાતમાં ઉતરાયણનો તહેવાર મનાવવામાં આવશે. ત્યારે મંદીના માહોલને કારણે રંગબેરંગી પતંગોથી આકાશ ખીલી ઉઠશે કેમ તે જોવું અતિ મહત્વનું રહેશે.