Sihor
સિહોર શહેર કોંગ્રેસ સમિતિએ સ્વ. રાજીવ ગાંધીના જન્મદિનની ઉજવણી કરી પુષ્પાંજલિ અર્પણ કરી

દેવરાજ
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનો 79 મો જન્મ દિવસ
સિહોર શહેર કોંગ્રેસ સમિતિએ સ્વ. રાજીવ ગાંધીના જન્મદિનની ઉજવણી કરી હોટલ ગેલોર્ડ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ભારત દેશમાં કોમ્પ્યુટર ક્રાંતિ લાવનાર સ્વ. રાજીવ ગાંધીના આજે 79 માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભારત દેશના સૌથી યુવા પૂર્વ વડાપ્રધાન બનવાનું સૌભાગ્ય અને આધુનિક ભારતના શિલ્પી સ્વ. રાજીવ ગાંધીનો આજે 79 માં જન્મદિવસ છે, ત્યારે શહેર કોંગ્રેસ સમિતિ ખાતે કાર્યકરો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે જયદીપસિંહ ગોહિલ, ધીરુભાઈ ચૌહાણ, કિરણભાઈ ઘેલડા, કિશનભાઈ મહેતા, માવજીભાઈ સરવૈયા, યુવરાજ રાવ, છોટુભા રાણા, રાજુભાઈ ગોહેલ, બધાભાઈ રાઠોડ, ડી પી.રાઠોડ, પરેશભાઈ શુક્લ, કિરીટભાઈ મોરી,ધવલ પલાણીયા, રફિકભાઈ મંમાંણી, પરેશભાઈ બાજક, વિપુલભાઈ ત્રિવેદી સહિત કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વિશ્વમાં ભારત દેશને એક અલગ ઓળખ અપાવવામાં સિંહફાળો આપનાર સ્વ. રાજીવ ગાંધીએ બલિદાન આપ્યું છે. જેમાં સંદેશા વ્યવ્હાર ક્રાંતિ, કોમ્પ્યુટર ક્રાંતિ, શિક્ષણનો પ્રસાર, 18 વર્ષના યુવાનોને મતાધિકાર અને પંચાયતી રાજ જેવી બાબતોનો પણ સમાવેશ થાય છે. સ્વ. રાજીવ ગાંધીના જન્મદિવસ અવસરે તેઓને યાદ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.