Connect with us

Sihor

પ્રજા અને પોલીસ વચ્ચે સેતુ બનાવી સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરવાનું ઉત્તમ કાર્ય એટલે સુરક્ષા સેતુ યોજના – પીઆઇ ભરવાડ

Published

on

Security Setu Yojana - PI Bharwad is an excellent work of building a bridge between the public and the police to carry out socially useful activities

પવાર

સુરક્ષા સેતુ યોજના હેઠળ સિહોરમાં પોલીસ કામગીરીની જાણકારી મેળવતી જે જે મહેતા ગર્લ્સ સ્કૂલની વિધાર્થીનીઓ

સમાજ અને તંત્ર વચ્ચે, પ્રજા અને પોલીસ વચ્ચે સેતુ બનાવવાનું ઉત્તમ કાર્ય સુરક્ષા સેતુ યોજના અંતર્ગત કરવામાં આવી રહ્યું છે તેવું સિહોર પીઆઇ ભરવાડે જણાવ્યું હતું. સુરક્ષા સેતુ કામગીરી અંતર્ગત સિહોર પોલીસના પીઆઇ ભરવાડ માર્ગદર્શન હેઠળ જે જે મહેતા ગર્લ્સ સ્કૂલની શાળાની વિધાર્થીનીઓને પોલીસના કાયદા કાનુનથી વાકેફ કરવા તથા જાગૃતિ લાવવા સ્‍ટેશનના અધિકારી કર્મચારીઓ સ્‍ટાફ દ્વારા પોલીસ સ્‍ટેશનની મુલાકાત કરાવવામાં આવી તથા તેમને પોલીસ સ્‍ટેશનની અલગ અલગ કામગીરી તથા ટેબલો વિશે જાણકારી આપવામાં આવી

Security Setu Yojana - PI Bharwad is an excellent work of building a bridge between the public and the police to carry out socially useful activities

તથા વિદ્યાર્થીઓએ પોલીસ કામગીરી અંગે જાણકારી અપાઇ હતી આ મુલાકાત વેળાએ પીઆઇ ભરવાડે કહ્યું હતું કે પ્રજા અને પોલીસ વચ્ચે સેતુ બનાવી સમાજ ઉપયોગી કાર્યો કરવાના ઉદ્દેશ સાથે સુરક્ષા સેતુ યોજના અંતર્ગત વિવિધ સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

Security Setu Yojana - PI Bharwad is an excellent work of building a bridge between the public and the police to carry out socially useful activities

જેમાં પછાત તથા ગરીબીની રેખા હેઠળ આવતી સ્ત્રીઓ માટે અલાયદી વ્યવસ્થા, પીડિત મહિલા માટે મનોચિકિત્સાને લગતું પ્રોફેશનલ કાઉન્સેલિંગ, દારૂના વ્યવસાયમાં જોડાયેલી મહિલાઓના ઉત્થાન માટે પુન:વસન, શાળાના બાળકોને પોલીસ સ્ટેશનનો પ્રવાસ કરાવવો, શાળા તથા કોલેજના વિદ્યાર્થીઓ સાથે પોલીસે પ્રવાસમાં જોડાવવું,

Advertisement

Security Setu Yojana - PI Bharwad is an excellent work of building a bridge between the public and the police to carry out socially useful activities

તેમજ તમામ નાગરિકોને સુખ શાંતિથી રહેવા માટે નાત, જાત, ધર્મ અને જાતિના ભેદભાવ વગર સમાન તકો આપવી, જનજાગૃતિ, વિશ્વ ભાઈચારાનો ઉદ્દેશ સિદ્ધ કરવા જવાબદાર તથા સક્રીય સમાજની રચના કરવી તેમજ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા જેઓએ પોલીસને મદદ કરી છે તેઓને પબ્લીક એવોર્ડ આપવા અને બાળ ગુનેગારોનું પુન:વસન કરવા સહિતની પ્રવૃત્તિઓ આ યોજના અંતર્ગત કરવામાં આવે છે તેમ પીઆઇ ભરવાડે ઉમેર્યું હતું

error: Content is protected !!