Connect with us

Sihor

સિહોર નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા શિક્ષકો અને વિધાર્થીઓને સેફટીની તાલીમ અપાઈ

Published

on

safety-training-was-given-to-teachers-and-students-by-sihore-municipal-fire-department

દેવરાજ

  • શહેરની સ્વસ્તિક પ્રાથમિક શાળા ખાતે કૌશિક રાજ્યગુરુ અને ટિમ દ્વારા ફાયર એવરનેસ કાર્યક્રમનું આયોજન થયું

આગના બનાવોમાં દિવસેને દિવસે વધારો થઈ ત્યારે આગની ઘટનાઓ ઘટાડવા તેમજ આગ લાગે અથવા આપત્તિજનક સ્થિતિનું નિર્માણ થાય તો કઈ રીતે બચી શકાય અને તકેદારીના પગલાં કેવી રીતે લઈ શકાય તેના માટે આજે સિહોરની પ્રાથમિક શાળા ખાતે ફાયર સેફટી અંગેનો અવરનેસ કાર્યક્રમ યોજાયો હતો.

safety-training-was-given-to-teachers-and-students-by-sihore-municipal-fire-department

જેમાં બાળકો અને શિક્ષકોને તાલીમ આપી માહિતી આપવામાં આવી હતી. નગરપાલિકા ફાયર ઓફિસર કૌશિક રાજ્યગુરૂ અને ટિમ દ્વારા સ્વસ્તિક પ્રાથમિક શાળા માં બાળકો તેમજ શિક્ષક સ્ટાફ ને ફાયર અવરનેસ ની ટ્રેનિંગ નું આયોજન કરવામાં આવ્યું.

safety-training-was-given-to-teachers-and-students-by-sihore-municipal-fire-department

જે ટ્રેનિંગ માં ૩૦૦ જેટલા બાળકો સાથે તેમના શિક્ષક સ્ટાફ મોટી સંખ્યા માં જોડાયેલ હતો.ફાયર ઓફિસર દ્વારા એ જણાવવામાં આવ્યું કે કોઈ કારણોસર અચાનક આગ લાગે તો ફાયર કન્ટ્રોલ નબર ૧૦૧ પર ફોન કરી શકાય તેમજ નગરપાલિકા ઈમરજન્સી નંબર ૦૨૮૪૬-૨૨૨૦૫૭ પર પણ ફોન કરી શકાય.અને અચાનક આગ લાગે તો ફાયર ની બોટલ નો ઉપયોગ કરી કેવી રીતે આગ બુઝાવી શકાય,કેવી રીતે સ્કૂલ માં ઈમરજન્સી એલાર્મ વગાડી શકાય,ફાયર ના સાધનો નો ઉપયોગ કેમ કરવો વગેરે બધી જ માહિતી આપવામાં આવી.

safety-training-was-given-to-teachers-and-students-by-sihore-municipal-fire-department

સાથે સાથે લાઇવ ડેમો પણ કરવામાં આવ્યો જેના થી જાણી શકાય આગ કેવી રીતે બુઝાવી શકાય. સ્વ – બચાવ કેવી રીતે કરવો તેના વિશે પણ માહિતી આપવામાં આવી. ઉપરાંત સિહોર નગરપાલિકા ની ફાયર વાહન બતાવી બાળકો તેમજ શિક્ષકો ને માહિતગાર કરવામાં આવ્યા હતા

Advertisement
error: Content is protected !!