Bhavnagar
રંઘોળામાં એસ.ટી. બસ હડફેટે મહિલાનું મોત

પવાર
ભાવનગર-રાજકોટ હાઈવેનાં રંઘોવા ગામે એસ.ટી.બસ હડફેટે મહિલાનું મોત થયું છે ભાવનગર દ્વારકા રૂટની એકસપ્રેસ એસ.ટી.બસ રંઘોળા નજીક પસાર થતી હતી ત્યારે સરકારી દવાખાનેથી દવા લેવા રોડ પર પસાર થતા રંજનબા ગોહીલ (ઉ.વ.42) નામના મહિલાને એસ.ટી. બસના ડ્રાઈવરે હડફેટે લેતા તેનું મોત થતા પી.એમ.માટે ભાવનગર દવાખાને મૃતદેહ મોકલાયો છે બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.