Bhavnagar
બસમાં સાથી મુસાફરને બેભાન કરી લૂંટી લેનાર શખ્સને ભાવનગર પોલીસે ઝડપી લીધો

પવાર
રૂા.2.17 લાખથી વધુનો મુદ્દામાલ પણ રિકવર કરાયો
ભાવનગર પોલીસે બસમાં મુસાફરી કરતા લોકોને બેભાન કરી તેની પાસે રહેલ રોકડ અને ઘરેનાની ચોરી કરતા રીઢા શખ્સને ઝડપી લીધો. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર લોકલ ક્રાઇમ પોલીસ ને બાતમી મળેલ કે આછા પોપટી રંગના ટીશર્ટ તથા નેવી બ્લુ રંગુનુ જીન્સ પેન્ટ પહેરેલ એક માણસ નારી ચોકડી અમદાવાદ વડોદરા હાઇ-વે તરફ જતા રસ્તે ઉભો હતો.તેની પાસે સોનાના દાગીના છે તે અમુક માણસોને દાગીના વેચવા પ્રયાસ કરતો હતો. આ સોનાના દાગીના તે કોઇ પણ જગ્યાએથી ચોરી કરી અથવા છળકપટથી મેળવેલ હોવાની શંકા હતો. પોલીસેબાતમીવાળી જગ્યાએ થી શંકાસ્પદ મુદ્દામાલ સાથે નિતીનભાઇ રમેશભાઇ ભટ્ટ (ઉ.વ.50) ધંધો-મજુરી રહે.વિનાયક નગર, માધાપર ચોકડી પાસે, જામનગર રોડ, રાજકોટ શહેર મુળ-ત્રિકોણબાગ ગુજરાત હાઉસીંગ બોર્ડ, ગોંડલ જી.રાજકોટ ને ઝડપી લીધો હતો.
પોલીસે આ શખ્સ પાસેથી રોકડ રૂ.39,500/- પાઉડર (ભુક્કો) ભરેલ પડીકી નંગ-3, Lorazepam Tablets I.P. 2 mg Ativan 2mg લખેલ લાલ રંગનુ દવાના પાનામાં રહેલ ટીકડી-24 , મોબાઇલ-1 એરટેલ કંપનીના સીમ કાર્ડ નંગ-3 તથા બી.એસ.એન.એલ. કંપીનીના સીમકાર્ડ નંગ-2 મળી કુલ-5, સોનાની સાદી ફુલની ડીઝાઇનવાળી વીટી-1 વજન 6 ગ્રામ 8 મીલી ગ્રામ કિ.રૂ.35,500/- સોનાની સફેદ નંવાળી વીંટી-1 વજન 7 ગ્રામ કિ.રૂ.38,050/- સોનાની રૂદ્રાક્ષના પારાવાળી પોચી કુલ વજન- 23 ગ્રામ 100 મીલીગ્રામ કિ.રૂ.1,01,300/- મળી કુલ રૂ.2,17,350/-નો મુદ્દામાલ કબજે કરેલ હતો. ઝડપાયેલ આરોપી બસમાં મુસાફરી કરતાં માણસ સાથે પરિચય કેળવી પોતાની વાકછટાનો ઉપયોગ કરી મીઠી-મીઠી વાતો કરી પોતાની પાસે રહેલ પાવડર ઠંડા પીણાામાં ભેળવી મુસાફર બેભાન થઇ જાય એટલે તેનાં ખિસ્સામાંથી રોકડ રૂપિયા તથા શરીરે પહેરેલ સોનાનાં દાગીનાંઓ ચોરી કરવાની ટેવ ધરાવે છે.