Connect with us

Sihor

સિહોરથી કાજાવદર તરફ પોલીસ પેટ્રોલીંગમાં હતી અને રાજસ્થાન પાર્સિંગનો એક ટ્રક પસાર થયો

Published

on

Police were patrolling from Sihor to Kajavadar and a truck from Rajasthan Parsing passed

દેવરાજ

પોલીસને ટ્રક શંકાસ્પદ લાગ્યો, કલાકો સુધી ટ્રકની તલાશી લીધી, ચાલક અને ક્લીનરની સઘન પુછતાછ કરી, ટ્રક રાજસ્થાન પાર્સિંગનો હતો, ટ્રકમાં મરચા ભરેલા હતા, પોલીસને ટ્રકમાં દારૂ હોવાની શંકા હતી

રાજસ્થાન તરફથી ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ આવતી ટ્રકોમાં મોટાભાગે દારૂની સપ્લાય થતી હોય છે, ભાવનગર જિલ્લામાં પણ થોડા દિવસો થી મોટી માત્રામાં પોલીસને દારૂ હાથ લાગ્યો છે. હજુ ગઈકાલે વરતેજ પોલીસે નારી ચોકડી પાસેથી રાજસ્થાન પાર્સિંગની એક ટ્રક માંથી દારૂ ઝડપી લીધો છે.

Police were patrolling from Sihor to Kajavadar and a truck from Rajasthan Parsing passed

આજે સિહોર પોલીસ ટાણા રોડ પર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કાજાવદર પાસે રાજસ્થાન તરફનો એક ટ્રક પસાર થયો પોલીસને ટ્રકમાં દારૂ હોવાની શંકા હતી, પોલીસે ટ્રક ડ્રાઇવર અને ક્લીનરની સઘન પૂછપરછ કરીને ટ્રકમાં ભરેલા મરચાને મજૂરો મારફત ખાલી કરાવ્યો હતો અને કલાકો સુધી પોલીસે ટ્રકની તલાશી લીધી હતી જોકે તપાસ દરમિયાન પોલીસને કોઈ ચીજવસ્તુ હાથ લાગી ન હતી.

આજે રવિવારે સવારે સિહોર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કાજાવદર થી ટાણા તરફ રાજસ્થાન તરફથી આવતો ટ્રક પસાર થતો હતો પોલીસને ટ્રક જોઈ શંકા ગઈ હતી. ટ્રક રાજસ્થાન પાર્સિંગનો હતો. પોલીસને પ્રથમ દ્રષ્ટિએ ટ્રકમાં દારૂ હોવાની શંકા હતી. શંકાસ્પદ ટ્રકને લઈ સિહોરના પીઆઇ ભરવાડ, ડી સ્ટાફના હિતેષગીરી ગૌસ્વામી સહિત કાફલો સ્થળે પોહચી જઈને ટ્રકને સાગવાડી નજીક મજૂરો મારફત ટ્રકમાં રહેલા મરચાને ખાલી કરાવ્યા હતા અને કલાકો સુધી ટ્રકની તલાશી લઈ ચાલક અને ક્લીનરની સઘન પૂછપરછ કરી હતી. જોકે ટ્રકમાં શંકાસ્પદ ચીજવસ્તુઓ હાથ ન લાગતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. પોલીસને ટ્રકમાં દારૂ હોવાની શંકા હતી

Advertisement
error: Content is protected !!