Connect with us

Sihor

રથયાત્રાને લઈને પોલીસતંત્ર સજ્જ, સિહોરના સોનગઢ પોલીસ દ્વારા સઘન વાહન ચેકીંગ

Published

on

Police force in full gear for Rath Yatra, intensive vehicle checking by Songarh Police of Sihore

પવાર

રથયાત્રા તહેવારને લઈ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે સોનગઢ પોલીસ દ્વારા વિશેષ કવાયત હાથ ધરવામાં આવી છે. સોનગઢ પોલીસની વિવિધ ટીમો દ્વારા ખાસ વાહન ચેકીંગ ઝુંબેશ હાથ ધરી દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં સિહોર સાથે ભાવનગર જિલ્લામાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને પોલીસ સતર્ક બની છે.

Police force in full gear for Rath Yatra, intensive vehicle checking by Songarh Police of Sihore

ગુજરાતમાં બીજા નમ્બરની ગણાતી આ રથયાત્રા માટે આયોજકો દ્વારા તો તૈયારીઓ કરવામાં આવે છે પણ સુરક્ષાની દ્રષ્ટિએ પોલીસ વિભાગ પણ સતર્ક બન્યું છે. ભાવનગરમાં 1986થી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ રથયાત્રા ભવનગરના 17 કિલોમીટરના વિસ્તારમાં ફરે છે.

સવારે ભગવનેશ્વર મહાદેવના મંદિરેથી નીકળતી આ યાત્રા રાત્રીના 10 વાગે પૂર્ણ થાય છે અને બાદમાં ધર્મ સભાનું આયોજન પણ કરવામાં આવે છે. આ રથયાત્રામાં સ્થાનિક પોલીસ ઉપરાંત એસ.આરપી, સી.આર.પી, BSFના જવાનો તેમજ બૉમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ વગેરે પણ જોડાય છે.

Advertisement
error: Content is protected !!