Sihor
સિહોર ; અંગદાન-મહાદાન જનજાગૃતિ અભિયાનને પૂજ્ય સ્વરૂપાનંદ સ્વામીએ બિરદાવ્યું

પવાર
અંગદાન એ અમૂલ્ય અને મહાદાન છે જન જાગૃતિ માટે અશોકભાઈ ઉલવાની કામગીરીને પૂજ્ય સ્વામીએ બેમોઢે વખાણી આશીર્વાદ પાઠવ્યા, અશોકભાઈ ઉલવા દ્વારા પત્રિકા, બેઠકો અને વ્યકિતગત સંપર્ક દ્વારા અંગદાન અંગે લોકોને જાગૃત કરાય છે
રક્તદાનના નામથી ફફડતા લોકોને હવે રક્તદાન નહીં પણ અંગદાન માટે જાગૃત કરવાનું બીડું સિહોરના વરિષ્ઠ આગેવાન અગ્રણી નિવૃત શિક્ષક અને જિલ્લા ભાજપના આગેવાન અશોકભાઈ ઉલવાએ ઝડપ્યું છે. કોરોના જેવી મહામારીમાં સામાજિક પ્રવૃત્તિઓ કરવાની સાથે આવેલા અંગદાન માટેની જાગૃતિના વિચારને તેમણે અમલમાં મૂકી અંગદાન મહાદાનના સૂત્ર સાથે જિલ્લા અને રાજ્યભરમાં જાગૃતિ માટેનું કામ કરી રહ્યા છે. ખાસ કરી ગ્રામ્ય વિસ્તારમાં જાગૃતિ અભિયાન ચલાવીને અસંખ્ય લોકોને જાગૃત કર્યા છે.
અંગદાન અભિયાનને ઘર-ઘર સુધી લઇ જવાના ગુજરાતના સમાજ સેવક દિલીપભાઇ દેશમુખ ‘ દાદા ‘ના સંકલ્પને સાર્થક કરવાના ભાગરૂપે આ પ્રચાર પ્રસાર પુરજોશમાં ચાલે છે. સમગ્ર ભારત દેશમાં પાંચ લાખ લોકો અંગની પ્રતિક્ષામાં મૃત્યુની રાહ જોઇ રહ્યા છે. એક વર્ષમાં સરેરાશ દોઢ લાખ અકસ્માતો થાય છે. તેમાં પચાસ હજાર લોકો બ્રેઇનડેડ થાય છે. તેમાંથી ફક્ત આઠથી દસ હજાર લોકો જ અંગદાન કરે છે. જો બધાં જ અંગદાન કરે તો એક લાખ કીડની, લીવર, હૃદય તેમજ સ્વાદુપિંડ સહિતના અંગો મળી શકે અને આ અમૃતકાળમાં કોઇ અંગની પ્રતીક્ષામાં મૃત્યુ ન પામે તે માટે જનજાગૃતિ ફેલાવવાના આશય સાથે અશોકભાઈ ઉલવા અને ટિમ જબરદસ્ત કામ કરી રહી છે. ત્યારે સિહોર ગોતમેશ્ર્વર મહાદેવ મંદિરના સંત અને મહામંડલેશ્વર પ.પૂજ્ય સ્વામિ શ્રી સ્વરૂપાનંદ સરસ્વતિ દ્વારા અશોકભાઈ ઉલવા દ્વારા ચાલતા અંગદાન અભિયાન ને બીરદાવી આશિર્વાદ પાઠવ્યા હતા