Sihor
રથયાત્રાને લઈને પોલીસતંત્ર સજ્જ, સિહોરના સોનગઢ પોલીસ દ્વારા સઘન વાહન ચેકીંગ
પવાર
રથયાત્રા તહેવારને લઈ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે સોનગઢ પોલીસ દ્વારા વિશેષ કવાયત હાથ ધરવામાં આવી છે. સોનગઢ પોલીસની વિવિધ ટીમો દ્વારા ખાસ વાહન ચેકીંગ ઝુંબેશ હાથ ધરી દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં સિહોર સાથે ભાવનગર જિલ્લામાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને પોલીસ સતર્ક બની છે.
ગુજરાતમાં બીજા નમ્બરની ગણાતી આ રથયાત્રા માટે આયોજકો દ્વારા તો તૈયારીઓ કરવામાં આવે છે પણ સુરક્ષાની દ્રષ્ટિએ પોલીસ વિભાગ પણ સતર્ક બન્યું છે. ભાવનગરમાં 1986થી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ રથયાત્રા ભવનગરના 17 કિલોમીટરના વિસ્તારમાં ફરે છે.


સવારે ભગવનેશ્વર મહાદેવના મંદિરેથી નીકળતી આ યાત્રા રાત્રીના 10 વાગે પૂર્ણ થાય છે અને બાદમાં ધર્મ સભાનું આયોજન પણ કરવામાં આવે છે. આ રથયાત્રામાં સ્થાનિક પોલીસ ઉપરાંત એસ.આરપી, સી.આર.પી, BSFના જવાનો તેમજ બૉમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ વગેરે પણ જોડાય છે.