Botad
બોટાદમાં PM મોદી બોલ્યા- ભાજપની સરકાર બની ત્યારથી વિકાસ જ મુદ્દો

મિલન કુવાડિયા
આ ચૂંટણી 5 નહીં, પરંતુ આગામી 25 વર્ષ માટે છે : PM મોદીનું બોટાદ ચૂંટણી સભામાં સંબોધન : ગુજરાત પ્રવાસ દરમિયાન PM નરેન્દ્ર મોદીએ બોટાદમાં જનસભાને સંબોધી : PM મોદીએ કહ્યું, બોટાદ, ધોલેરા, ભાવનગર પ્રોજેક્ટ અને ઉદ્યોગોનું કેન્દ્ર બનશે
પ્રધાનમંત્રી મોદી આજે મિશન સૌરાષ્ટ્ર પર પહોંચ્યા હતા. સોમનાથ મહાદેવના દર્શન કરી પ્રધાનમંત્રી મોદીએ સૌરાષ્ટ્રમાં ચાર જનસભા સંબોધી હતી. પ્રધાનમંત્રીએ પહેલી સભા વેરાવળમાં, બીજી ધોરાજી, ત્રીજી અમરેલી અને ચોથી સભા બોટાદમાં સંબોધી હતી. ચારેય સભામાં PM મોદીએ ભાજપના શાસનમાં થયેલા વિકાસકાર્યોને જનતા જનાર્દન સમક્ષ મૂક્યા. આ સાથે જ વિરોધીઓ પર શબ્દબાણ છોડ્યા હતા. પ્રધાનમંત્રી મોદી બોટાદ જનસભા સંબોધતા બોલ્યા કે, ભાજપનો જ્યારથી ગુજરાતમાં વિજય થયો છે ત્યારથી ગોટાળાનો નહીં પણ ચૂંટણીનો મુદ્દો વિકાસનો મુદ્દો હોય છે.
તેમણે કહ્યું કે, પહેલા ચૂંટણી થતી હતી કુંટુંબ કેવડું મોટું છે તે આધારે મત માગવામાં આવતા હતા. પછી જાતીના આધારે મત માગવામાં આવ્યાં, પછી માથાભારે છે સાચવજો અને મત આપી દોને તેમ કહીને મત આપતા હતા.પ્રધાનમંત્રી મોદી વધુમાં બોલ્યા કે, ગુજરાતમાં હવે વિમાન બનવાના છે. પહેલાની સરકાર પાસે લોકો હેંડપંપ માગતા હતા અમારી સરકારે ઘરે ઘરે પાણી પહોંચાડ્યું છે. અમે વિકાસના બીજનું વાવેતર કર્યું છે. 20 વર્ષ પહેલા પ્રાથમિક જરૂરીયાતોના ફાફા પડતા હતા. આજે ગુજરાતના શિક્ષણમાં પણ 5જીનો યુગ શરૂ થવાનો છે.