Connect with us

Sihor

સિહોર સહિત જિલ્લામાં અંગ દઝાડતી ગરમીથી લોકો પરેશાન

Published

on

People are troubled by the scorching heat in the district including Sihore

દેવરાજ

તાપમાનનો પારો 40 ડિગ્રી આસપાસ સુધી પહોંચી જતા જનજીવન ઉપર અસર દેખાઇ

સિહોર સહિત જિલ્લામાં છેલ્લા બે દિવસથી ગગનમાંથી અગન વરસતી હોય તેવો આકરો તાપ પડી રહ્યો છે અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. શહેરમાં કયાંય છાંયડો જોવા મળતો નથી. બજારો બપોરના એક વાગ્યાથી સાંજના પાંચ સુધી સૂમસામ બની જાય છે. આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. સવારે અગિયાર વાગતા જ અંગ દઝાડતી ગરમી શરૂ થઈ જાય છે. મધ્યાહન થતા ગરમીથી બચવા માટે લોકો ઘર-ઓફીસોમાં પુરાઈ જતા બજારો શેરીઓ સૂમસામ બની જતા જોવા મળે છે.

People are troubled by the scorching heat in the district including Sihore

ઉપરા ઉપરી માવઠાઓ પછી હવે ઉનાળો અસલી મિજાજ બતાવી રહ્યો હોય તેવુ લાગી રહ્યુ છે ગરમીમાં પાણીજન્ય રોગનો શિકાર બનવાની દહેશત હોવાથી મીનરલ વોટરના નામે પ્રોસેસ કરેલા પાણીના કેરબાનુ વેચાણ વધી રહ્યુ છે. સાથોસાથ આઈસ્ક્રીમ, ઠંડાપીણા,કુલ્ફી, રસગોલાના વેચાણમાં વધારો થયો હોવાનું પણ જાણવા મળે છે.જાણકારોના કહેવા મુજબ આકરી ગરમીમાં લોકો ખોરાક ઓછો, અને પ્રવાહી ખાસ કરીને પાણી વધુ પીવે , લીંબુ શરબત અને છાશનો ઉપયોગ વધારે, તેમજ અનિવાર્ય ન હોય ત્યાં સુધી તાપમાં બહાર નીકળવાનું ટાળે તે હિતાવહ રહેશે. નગરપાલીકાના તંત્રવાહકો પણ બજારમાં વધુ ભીડ રહેતી હોય તેવા વિસ્તારમાં લીલી નેટ નંખાવે તો આકરા તાપમાં લોકોને રાહત મળે તેમ છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!