Sihor
રસ્તા વચ્ચે બેફામ બનેલા આખલાઓ ; સિહોરમાં રખડતા ઢોરોનો ત્રાસ અસહ્ય બન્યો

પવાર
સિહોર શહેરમાં પણ રખડતા ઢોરની સમસ્યા યથાવત જોવા મળી રહી છે અને કેટલીક વખત સમગ્ર આખલાઓનો ત્રાસ જીવલેણ સાબિત થઈ શકે છે. સિહોરમાં રસ્તા વચ્ચે આખલા યુદ્ધ ના દ્રશ્યો જ્યાં અને ત્યાં જોવા મળે છે. રખડતા ઢોરો માટે હાઇકોર્ટ ની ટિપ્પણી છતાં પાલિકા ના સત્તાધીશો બેજવાબદાર છે અને પાટણ શહેર માં રસ્તે રખડતા ઢોરો ની સમસ્યા કેટલીક વખત જીવલેણ સાબિત થાય છે ત્યારે શહેર માં રસ્તા વચ્ચે આખલા યુદ્ધ છાસવારે જોવા મળે છે આજે રાજકોટ રોડ સીતારામ કાંટા પાસે આખલાયુદ્ધ માં દ્રશ્યો અકસ્માત કરે તેવા જોવા મળ્યા હતા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ અસહ્ય બન્યો છે.
અને જ્યાં દેખો ત્યાં રસ્તાઓ ઉપર મોરા પ્રમાણમાં રખડતા ઢોર જોવા મળી રહ્યા છે અને જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુસ્કેલી ભોગવવી પડી રહી છે. અને પાલિકાને અવાર નવાર રજુઆતો કરવા છતાં કોઇ પગલાં લેવામાં આવતા ન હોવાથી લોકો પાલિકા પ્રત્યે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે તેમ છતાં આ પાલિકાના સત્તાધિસોની ઉંઘ ઉડતી નથી. સરકાર દ્વારા ટ્રાફિક નિયમનની મસમોટી વાતો કરવામાં આવે છે અને મોટા મોટા દંડ વસુલવાની વાતો કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ રસ્તાઓ ઉપર જ્યાં દેખો ત્યાં ઢોર જોવા મળતા હોય છે અને આ કારણે અવાર નવાર અકસ્માતો વધી રહ્યા છે. સ્થાનિક તંત્ર દ્વારા ખરેખર આ રખડતા ઢોર બાબતે કાળજી લેવાની તાતી જરુર છે.