Connect with us

Sihor

સિહોર શહેર-પંથકના મુખ્ય રસ્તાઓ પર પડેલા ખાડાઓથી રાહદારી ત્રાહિમામ

Published

on

pedestrian-trahimam-from-potholes-on-main-roads-of-sihore-city-division

દેવરાજ

  • મૂંગા મોઢે સહન કરતી પ્રજા
  • જવાબદારો મોજમાં, શહેરમાં ચોમેર ખાડારાજ

સિહોર શહેર ઉપર ખાડાઓનુ વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. જાહેરમાં જોવા મળતા ખાડાઓ પૂરવાની પણ તંત્રને ફૂરસદ નહી મળતા લોકો ફીટકાર વરસાવી રહ્યા છે. શહેરમાં જાહેર અને ધમધમતા રસ્તાઓ ઉપર તંત્રના બેજવાબદાર વલણના કારણે આખુ શહેર જાણે ખાડા નગર બની ગયુ છે. અધુરામાં પૂરૂ ચોમાસાની ઋતુમાં વરસાદના કારણે મોટા ખાડાઓમાં પાણી ભરાતા રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે. આ ખાડાઓના કારણે રાહદારીઓ તથા વાહન ચાલકો ભારે પરેશાની વેઠી રહ્યા છે. અને વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને તેવી ગંભીર પરિસ્થિતિ જોવા મળી રહી છે.

pedestrian-trahimam-from-potholes-on-main-roads-of-sihore-city-division

ત્યારે મુંગા મોઢે સહન કરતા નગરજનોની ધીરજ ખૂટી ગઈ હોવા છતાય જવાબદાર તંત્રની નિંભરતા જાણે હદ વટાવી ગઈ હોય અને પોપાબાઈનુ રાજ હોય તેવુ લોકો અનુભવી રહ્યા છે. લોકોમાં ચાલતી ચર્ચા મુજબ માલખાવ તંત્રને જાણે પ્રજાની પીડાનો કાંઈ અનુભવ ના હોય તે રીતે મોજમાં મહાલી રહ્યા છે. થોડાક સિમેન્ટ રેતીના મિશ્રણથી ખાડા પૂરવાની કામગીરી પણ નહી થતા લોકો જાણે ભગવાન ભરોસે હોય અને કોઈ દૈવી અવતાર થાય તો પ્રજાને દોઝખમાંથી બચાવી શકે અને ગેરવહીવટની નાગચૂડમાંથી લોકો બહાર આવે તેવી ઝંખના સેવી રહ્યા છે.

error: Content is protected !!