Sihor
આયુષ મેળાનું આયોજન

પવાર
સિહોરના ટાઉનહોલ ખાતે યોજાયેલા મેળાનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય હેઠળના નિયામક આયુષની કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા વિકાસ અધિકારી ભાવનગરના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભાવનગર,તાપીબાઇ હોસ્પિટલ-ભાવનગર તથા સિહોર તાલુકા પંચાયત, દ્વારા સિહોર ટાઉનહોલ ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ આયુષ મેળામાં આમંત્રણને માન આપી આવેલ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
ત્યારબાદ મુખ્ય અતિથિ તથા વિવિધ ક્ષેત્રના અધિકારી/પદાધિકારીનુ મોમેન્ટો તથા પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, આ આયુષ મેળામાં આયુર્વેદ ઔષધિ, રસોડા અને ઘરઆંગણાની ઔષધિઓનું પ્રદર્શન, ચાર્ટ પ્રદર્શન, વૈદિક ફૂડ, પંચકર્મ, અગ્નિકર્મ, બાળકોના ઉપચાર તેમજ સૂવર્ણપ્રાશન, ગર્ભસંસ્કાર તથા અન્ય આયુર્વેદ પદ્ધતિઓનું પ્રદર્શન કરાયું હતું. આ સાથે જ કાર્યક્રમમાં યોગ ટ્રેનરો દ્વારા યોગ નિદર્શન પણ કરાયું હતું.