Sihor
સિહોરના ધ્રુપકા ગામની સમસ્યાને લઈ તાલુકા કચેરીમાં અનશન આંદોલન ; તંત્ર ફફડી ઉઠયું

પવાર
તાલુકા પંચાયત કચેરીમાં અન્નજળ ત્યાગ સાથે શરૂ થયેલું આંદોલન કલાકોમાં સમેટાયું, તંત્રએ તમામ સમસ્યાના ઉકેલ માટે ખાતરી આપી, અનેક વખત રજુઆત છતાં કોઈ નિરાકરણ આજ સુધી ન આવ્યું, ત્યારે લોકોએ આંદોલન માટેનો સહારો લેવો પડ્યો
સિહોરના ધ્રુપકા ગામે અને સમસ્યાઓના નિરાકરણ માટે ગ્રામજનોએ આંદોલન માટેનો સહારો લેતા તંત્રના અધિકારી અને જવાબદારો રીતસર ફફડી ઉઠ્યા હતા જોકે અન્નજળના ત્યાગ સાથે શરૂ થયેલું આંદોલન કલાકોમાં સમેટાઈ ગયું હતું અને તંત્ર સમસ્યાઓના ઉકેલ માટે ખાતરી આપી હતી. ધ્રુપકા ગામે ગટર લાઇન, પાણીની લાઇન, પાણીના ટાંકા, રોડ રસ્તા આર.સી.સી. બ્લોક, જાહેર શૌચાલય, બીપીએલ મકાન, સરકાર દ્વારા મંજુર થયેલ સંડાસ બાથરૂમ, સરપંચ સાથે રહીને ખનીજ ચોરી કરાવે છે. પંચાયતના સભ્યો દ્વારા સરકારી જમીન તથા ગૌચરની દબાણ કરેલ છે.
તેવા અનેક આરોપો લાગ્યા હતા અને તાલુકા પંચાયતની કચેરીની સામે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી જેને લઈ આજે ધ્રુપકા ગામના લોકોએ તાલુકા કચેરી ખાતે અન્નજળના ત્યાગ સાથે અનશન આંદોલન શરૂ કર્યું હતું
હાથમાં બેનરો લઈ સમસ્યાના ઉકેલ માટે માંગ કરી હતી આજે સવારે શરૂ થયેલું આંદોલન મીડિયાના અહેવાલો બાદ ઉચ્ચ અધિકારીઓ સ્થળે દોડી ગયા હતા. અને સમજાવટ અને મામલો થાળે પાડી તમામ સમસ્યા અને માંગ ઉકેલની ખાતરી આપતા કલાકોમાં આંદોલન સમેટાયું હતું