Bhavnagar
નારી વંદન ઉત્સવ નિમિતે સોનગઢ પોલીસ મથકે કાનૂની સેમિનાર તેમજ સન્માનિત કાર્યક્રમ યોજાયો

Pvar
પાલીતાણા CPI ના અધ્યક્ષ સ્થાને કર્મયોગી બહેનો માટે સેમિનાર તેમજ સન્માનિત કાર્યક્રમનું આયોજન થયું
સરકાર નારી વંદન ઉત્સવ સપ્તાહ વીક ઉજવણી ચાલી રહી છે જે અંતર્ગત ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા આયોજીત સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યા માં વિવિધ ક્ષેત્રોમાં પોતાની સેવાઓ આપતી મહિલાઓ ને સન્માનિત કરવામાં તેમજ આ રાષ્ટ્રની શકિતને નારી વંદના કાર્યક્રમ સિહોર તાલુકાના સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે પાલીતાણા CPI જે. આર ભાચકન સાહેબ ની ઉપસ્થિત માં યોજાયો હતો.
જેમાં સોનગઢ psi ડી.વી.ડાંગર મેડમ દ્વારા પોતાની લાક્ષણિક શેઇલી તેમજ નારી વંદના અંગે વિસ્તૃત માહિતી સાથે કાર્યક્રમ નું સંચાલન કરવામાં આવેલ. એક વાત સત્ય છે મહિલા ઓ પોલીસ સ્ટેશન થી અળગા રહેતા હોય છે ત્યારે ભાવનગર જિલ્લા ના સોનગઢ પોલીસ સ્ટેશન માં વધુ માં વધુ નારીશકિત ઓ તેમજ માતાઓ ,બહેનો,તેમજ વિવિધ ક્ષેત્રોમાં સેવાઓ આપતા બહેનો વિશાળ સંખ્યા જોતા પ્રથમ સોનગઢ પોલીસ સ્ટેશન માં નારી શક્તિના દર્શન થયા હતા તે એક ગર્વ ની વાત છે.
જેમાં ખાસ સોનગઢ પો.સ્ટે ના psi ડાંગર મેડમ,181ના વૈશાલીબેન સરવૈયા,પો.કો કોમલબેન ગોહિલ,શિક્ષક રિયાબેન મહેતા,વિમળાબેન નાગડા,દ્વારા નારી શક્તિ અંગે મન ની વાત કરી હતી.કાર્યક્રમ ના અઘ્યક્ષ CPI ભાચકન સાહેબ દ્વારા પોતાની આગવી શૈલી માં જણાવેલ કે નારીનું મહત્વ શું છે.અને નારી તું નારાયણી ની વ્યાખ્યા શું છે તેની રસપ્રદ વાત કરેલ અને દેશના વિકાસ માં નારી શક્તિ મહત્વયોગદાન રહ્યું છે અંગે પૂર્વ વડાપ્રધાન સ્વ.ઇન્દિરા ગાંધી થી લઈ હાલ ના આપના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ, સહિત ના ઓના ઉદાહરણ આપેલ.
અગાઉ કદાપી પોલીસ સ્ટેશન માં બહેનો આવતા ડરતા હાલ મહિલાઓ પોલીસ સ્ટેશન માં ફરજ બજાવે છે અને પુરુષ સમોવડી બની છે. અને કેન્દ્ર/ ગુજરાત સરકાર દ્વારા ૩૩ટકા બહેનો ને તમામ રાજકીય ક્ષેત્રે હોય કે સરકારી ક્ષેત્રે મહત્વ નું સ્થાન આપ્યું છે અને નિષ્ઠા થી ફરજ અદા કરે છે.મહિલા ઓ બે કુળ ને તારે છે. અને ઘર ની તેમજ નોકરી દરમિયાન બન્ને માં જવાબદારીમાં અગ્રેસર રહ્યા છે.જેઓ એઆ સાથે 181અભ્યમ હેલ્પલાઇન,સખી વન સ્ટોપ કેન્દ્ર, નારી સંરક્ષણ કેન્દ્ર, મહિલા હેલ્પ ડેસ્ક સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા કરવામાં આવતા કાર્ય કામગીરી અંગે વિસ્તૃત રસપ્રદ માહિતી આપી હતી.
વિવિધ સામાજિક, સરકારી ક્ષેત્રે માં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગી બહેનોનું મોમેન્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.જેમાં પાલીતાણા CPI જે.આર ભાચકન,PSI ડી.વી.ડાંગર મેડમ, 181ના વૈશાલીબેન સરવૈયા, મહિલા પો.કો કોમલબેન ગોહિલ, દક્ષાબેન પંડ્યા, ભાવનાબેન બારૈયા,સિહોર.મહિલા પો.કો દિવ્યાબેન મકવાણા, દિવ્યાબેન સોલંકી, વિસ્તરણ અધિકારી રેખાબેન ડાભી,રચિયતા બેન (શિક્ષક), શ્વેતાબેન મકવાણા (શિક્ષક), જયશ્રીબેન ચૌહાણ (શિક્ષક), જીજ્ઞાસાબા (શિક્ષક), રામેશ્વરીબા જાડેજા( તલાટી મંત્રી), રાજેશ્વરીબેન રાઠોડ(તલાટી મંત્રી), પારૂલબેન દવે(સખી મંડળ), અમીબેન શાહ,(સામાજીક કાર્યકર )વિમળાબેન નાગડા (સામાજીક કાર્યકર), ડૉ .આરતીબેન બસિયા (સોનગઢ PHC)ક્રિષ્નાબેન ડાભી (સોનગઢ PHC),કુસુમબેન જગડ(સોનગઢPHC),માયાબેન ચૌહાણ(શિક્ષક),તેમજ રીયાબેન મહેતા(શિક્ષક), તેમજ સોનગઢ તાબેના સરપંચશ્રી ઓ,સામાજીક સંસ્થાઓ ના આગેવાનો,મહાનુભાવો, સમાજ શ્રેષ્ઠીઓ, વડીલો માતાઓ બહેનો તેમજ સોનગઢ પોલીસ સ્ટાફ સહિત ઉપસ્થિત રહી આ કાર્યક્રમ ને સફળ બનાવેલ.