Sihor
હવે મંત્રીઓ રાજીનામાં મૂકી દો અને અધિકારીઓ ને પાણીચુ પકડાવી દો સરકાર
હરેશ પવાર
- સિહોર સરકારી વિભાગની કચેરીઓના 100 મીટરના દાયરામાં જ રસ્તાઓ બેહાલ થયા ; કોઈપણ પ્રસિદ્ધિ ની ભુખ વગર માત્ર માણસાઈ ને ખાતીર આ સામાન્ય વ્યક્તિએ રોડના ખાડાઓ પૂર્યા
મોટા મોટા વાયદાઓ કરીને જે ભવ્ય જીત સાથે ખુરશી ઉપર હરખ પદુડા બનીને ચડી બેઠા છો અને પ્રજા સામું નજર કરવાનો પણ સમય નથી તો બધા જવાબદાર મંત્રીઓ રાજીનામાં ધરી દો અને ખુરશીઓ ખાલી કરો કેમ કે જો બધી સમસ્યાઓ સામાન્ય માણસે જાતે જ દૂર કરવાની છે તો તમારી જરૂર જ શુ છે રાજ્યમાં… ઘરભેગીના થઈ જાવ ખોટી સરકારની તિજોરીઓ ઉપર ભાર વધારો છો તો…
સિહોરના મુખ્ય માર્ગની દશા જોતા એવું લાગે કે સિહોર નકશામાં દેશની બહાર આવતું હશે બાકી કોઈ રાજકીય નેતા કે ગામનો સામાજિક આગેવાન આગળ આવીને આ માથાના દુઃખાવા જેવી સમસ્યાઓ દૂર કરવા સરકાર હચમચાવી ન મૂકે… સિહોર વડલા ચોક કે જ્યાં પોલીસ સ્ટેશન, નગરપાલિકા અને શાળાઓ આવેલી છે નજીકમાં જ એસ.ટી ડેપો આવેલો છે. આ રસ્તા ઉપર મોટામોટા મોતને નોતરું આપે એવા ખાડાઓ પડી ગયા છે. અનેક રજુઆત લેખિત અને મૌખિક થઈ ગઈ , મીડિયા વાળે પણ બેફામ લખીને સાહિ ખાલી કરી નાખી પણ આ નફ્ફટ તંત્ર અને ખાદી પાછળ જાડી ચામડીના નેતાઓ અને મંત્રીઓને અસર થતી નથી…
એવું હશે કે હવે પાંચ વર્ષે ચૂંટણી આવશે ત્યારે જોય લેશું ત્યાં સુધી ભલેને પ્રજા દુઃખી થાય ને ભોગવે આપણે તો મોદી સાહેબ બેઠા છે એના નામે અંતે મત લઈ જ લેશું…આ સમસ્યા આજે એક સામાન્ય માણસ જેવા દેખાતા વ્યક્તિએ જેમને આ લોકોને સમસ્યા જોઈને માણસાઈ મોટું કર્મ માની ને કોઈપણ સાધન વગર કે ગ્રાન્ટ ની રાહ વગર જાત મહેનતે રસ્તાઓ ના ખાડાઓ પુરવા લાગ્યા હતા. ખરેખર આ દ્રશ્ય થઈને એવું લાગે કે અંગ્રેજોની ગુલામીમાંથી દેશ આઝાદ થઈ ને પોતાનાઓની જ ગુલામીમાં જકડાઈ ગયો છે જે ખાદી ની સ્વચ્છતા માં જોઈ નથી શકાતો બાકી દેશ આજે પણ ગુલામી માં જ છે. ફરી કોઈ ગાંધી આવે અને આ નબળા શાસકોથી પ્રજાને આઝાદ કરાવે….