Sihor
સિહોર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી

પવાર
સિહોર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા કોમલરાજ ગ્રાઉન્ડ ખાતે આવેલ બ્રહ્માકુમારી શિવાલયના વિશાળ હોલમાં શહેર અને આસપાસના ગામડાઓના માતાઓ અને બહેનોનો રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો જેમાં લગભગ 100 જેટલી બહેનો માતાઓએ હાજરી આપી હતી. બ્રહ્માકુમારી રીટા બહેને રક્ષાબંધનનું મહત્વ સંભળાવતા કહ્યું કે રક્ષાબંધન જેમાં રક્ષા છે પણ સાથે સાથે બંધનમાં પણ બંધાવવાનું છે.
જે બંધન છે ભગવાન સાથેના સ્નેહનું બંધન જો ભગવાનના સ્નેહના બંધનમાં આપણે બંધાશું તો એ જરૂર હર આપત્તિ કે વિપત્તિમાં આપની રક્ષા કરશે. સિહોર સેવા કેન્દ્રના સંચાલિકા બ્રહ્માકુમારી ગીતાબેન ને રક્ષાબંધનનું મહત્વ સમજાવતા કહ્યું કે રક્ષાબંધનને બળેવ અને વિશ થોડાક પર્વ પણ કહે છે. વિશ તોડક એટલે કયું વિશ તોડવાની વાત છે.
જે આપની અંદર રહેલું પાંચ વિકાર કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર છે જેને ખતમ કરવા આજે આપણે જોઈ રહીએ છીએ કે ભાઈઓ વ્યસનમાં તો બહેનો ફેશનમાં છે જેના કારણે પરિવારમાં કલક કલેસ થઈ રહ્યા છે. ભગવાન આ ધરતી પર આવીને આપણને આપણા વિકારો રૂપી વિશ થી છૂટકારો છુટકારો અપાવવા મર્યાદાની બંધનમાં બાંધે છે જે બંધનમાં બંધાવાથી આપણા વિશ એટલે કે કલર ક્લેશથી છુટકારો મળે છે અને હર પરિસ્થિતિમાં આપણી રક્ષા થાય છે. ભાવનગર થી આવેલા બાલ બ્રહ્મચારી બ્રહ્માકુમારી નરેશભાઈ એ પણ તેમના અનુભવમાં જણાવ્યું ઘણી બધી પરિસ્થિતિઓમાં પણ ભગવાનના સાથ થી મને ઘણી સહાય મળી છે જેને મારા નિશ્ચયને દૃઢ બનાવી મને એક સાચું યોગ્ય જીવન આપ્યું.