Sihor
સિહોરના જાણીતા રામ કૃપા મેડિકલ વાળા અંતુભાઈ મેડિકલ વાળાના પુત્ર કાર્તિકે જન્મ દિવસની અનોખી ઉજવણી કરી

દેવરાજ
આજના વર્તમાન સમયમાં અનેક યુવાનો પોતાની સંસ્કૃતિની મર્યાદા ભૂલીને પશ્ચિમી સંસ્કૃતિ પાછળ પાગલ બની ગયા છે.જોકે પોતાના જન્મદિવસની વાત આવે એટલે સારાં કપડાં પહેરવાં કે સારૂ ખાવાનું એ તો ઠીક છે પરંતુ એનાથી પણ બે ડગલાં આગળ વધીને એ નિમિત્તે કેક કાપવામાં આવે છે.
મોંઘી હોટલમાં મિત્રોને ભોજન કરાવવું કે પછી અન્ય રીતે ઉજવણીમાં ભાન ભુલવામાં આવતું હોય છે. પરંતુ સિહોરના કાર્તિક પરમારને આ અયોગ્ય લાગતાં તેમણે એક નવો જ પ્રેરણાદાયી ચિલો ચિતરવાનો પ્રયાસ હાથ ધર્યો છે રામદેવપીર બાપાના પરમ ઉપાસક એવા અનંતરાય પરમાર મેડિકલના પુત્ર કાર્તિક પરમારે તેમના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી.
જન્મદિવસ નિમિત્તે જમણવાર તેમજ મહાપ્રસાદનું આયોજન કરી એક હજારથી વધુ બાળકોને બટુક ભોજન કરાવી જન્મદિવસની એક અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી જે આજના યુવાધન માટે પ્રેરણાદાયી છે