Connect with us

Palitana

શેત્રુંજય પર્વત પરના ધર્મ સ્થાનના વિવાદને લઈ જૈન સમાજ ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં કરશે મહારેલી

Published

on

jains-will-hold-rallies-in-gujarat-maharashtra-and-delhi-over-the-dispute-over-the-religious-site-on-the-setrunjay-mountain

કુવાડિયા

પાલિતાણામાં સ્થિત શેત્રુંજય પર્વત પરના જૈન અને હિન્દૂ ધાર્મિક સ્થાનોનો વિવાદ વધુ વકર્યો છે. ત્યારે જૈન સમાજે શ્રી શેત્રુંજય મહાતીર્થના મુદ્દાને લઈ મહારેલીનું આયોજન કર્યું છે. મળતી માહિતી મુજબ જૈન સમાજે ગુજરાતના અમદાવાદ, સુરત ઉપરાંત મુંબઈ અને દિલ્હીમાં પણ મહારેલીનું આયોજન કર્યું છે. જેમાં તેઓની માગણી છે કે, ગિરીરાજ પર બનતા ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવે અને સમ્મેદ શિખરની પવિત્રતા સુનિશ્ચિત કરવામાં આવે.ભાવનગર જિલ્લાના શેત્રુંજય પર્વત પર ધાર્મિક સ્થાનોને લઈ વિવાદ શરૂ થયો હતો.

jains-will-hold-rallies-in-gujarat-maharashtra-and-delhi-over-the-dispute-over-the-religious-site-on-the-setrunjay-mountain

શેત્રુંજય પર્વત પર જૈન મંદિર સહિત નીલકંઠ મહાદેવનું મંદિર પણ આવેલું છે. વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે નીલકંઠ મંદિરમાં પુજારી અને આણંદજી કલ્યાજી પેઢી વચ્ચે વિવાદ સર્જાયો હતો. હિન્દૂ સંગઠનોએ નીલકંઠ મહાદેવ મંદિર પર આણંદજી કલ્યાણજી પેઢીએ કબજો લઈ ત્યાં ચોકીદારની નિયુક્તી કરી હતી. આ વિવાદ ચરમસીમા ત્યારે પહોંચ્યો જ્યારે ત્યાં તોડફોડ કરવામાં આવી હતી. સાથે જ રોહિશાળામાં જૈન તિર્થંકર આદિનાથના પ્રાચીન પગલા પણ ખંડિત કરવામાં આવ્યા હતા. આ ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડતા જૈન સમાજે હવે મહારેલી કરવાનું નક્કી કર્યું છે. જેમાં જૈન સમાજ શેત્રુંજય પર્વત પર મહારતીર્થની રક્ષા માટે ગુજરાત અને મહારાષ્ટ્ર તેમજ દિલ્હીમાં રેલી કરી સુરક્ષાની માગણી કરશે. આ રેલીમાં જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં ભાગ લેશે તેવી શક્યતાઓ વાયરલ થાય છે..

error: Content is protected !!