Connect with us

Sihor

સિહોરમાં ઇન્ટરનેશનલ સર્જન દિવસની ત્રિદિવસીય ઉજવણી કરાઈ

Published

on

international-creation-day-was-celebrated-in-sihore-for-three-days

દર્શન

  • અમરગઢની કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ એન્ડ હોસ્પિટલ ના ઓરલ સર્જરી વિભાગ દ્વારા ઉજવણી કરાઈ, રક્તદાન કેમ્પ, ટ્રાફિક અવરનેસ રેલી અને સેમિનાર સાથે સી.પી.સી.આર વર્કશોપનું આયોજન કરાયું

સિહોરના અમરગઢ ખાતે આવેલ કે જે મહેતા ટી બી હોસ્પિટલ ટ્રસ્ટ સંચાલિત કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ અને હોસ્પિટલ ખાતે આવેલ ઓરલ એન્ડ મેકસોફસીયલ સર્જરી વિભાગ દ્વારા દરવર્ષની માફક આ વર્ષે પણ ઇન્ટરનેશનલ ઓરલ સર્જન દિવસની ત્રી દિવસીય ઉજવણી કરવામાં આવી હતી. ઇન્ટરનેશનલ સર્જન દિવસની “ટ્રોમાં એન્ડ રોડ ટ્રાફિક એક્સિડન્ટ” થીમ ઉપર કોલેજના વિધાર્થીઓમાં ટ્રાફિકના નિયમોમાં જાગૃતિ લાવવા માટેના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં તા.૧૦/૨/૨૩ ને શુક્રવારે કોલેજ સ્થળ થી અમરગઢ સરકારી પ્રાથમિક શાળામાં રેલી કાઢીને ત્યાં એક ટ્રાફિકના નિયમો અંગે જાગૃતતા લાવવા નાટક કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આ સાથે ટ્રાફિક નિયમોની જાગૃતતા માટેના પોસ્ટર કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં કોલેજના વિધાર્થીઓ દ્વારા પોતાના ટ્રાફિક જાગૃતતા લાવવા માટેના વિચારો ચિત્ર દ્વારા રજૂ કર્યા હતા. તા.૧૧/૨/૨૩ ના રોજ થેલેસેમિયા બાળકો માટે રેડ ક્રોસ સોસાયટી ભાવનગર ના સહયોગ થી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં કોલેજના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા મોટી સંખ્યામાં રક્તદાન કરવામાં આવ્યું હતું જેમાં ૪૫ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. તા.૧૩/૨/૨૩ ને સોમવારે ઇન્ટરનેશન સર્જન દિવસની ઉજવણી કોલેજમાં કરવામાં આવી હતી.

international-creation-day-was-celebrated-in-sihore-for-three-days

જેમાં મુખ્ય મહેમાન તરીકે ડો.અજયસિંહ જાડેજા ટ્રાફિક ટ્રેનર દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીઓ તેમજ કોલેજ સ્ટાફ ને ટ્રાફિક ના નિયમોનું પાલન ન કરવાથી કેવા કેવા અકસ્માત સર્જાય છે તેની સચોટ માહિતી આપી હતી અને ટ્રાફિક ના નિયમો અંગે જાગૃતિ લાવવા માટે ઉપસ્થિત લોકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાથે જ ભાવનગર રેડ ક્રોસ સોસાયટીના સહયોગ થી કાર્ડિયોપલમોનરી સેરેબ્રલ રિસૂસીટેશન એટલે સી.પી.સી.આર ટ્રેનિંગ વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇન્ટરનેશનલ રેડ ક્રોસ સોસાયટી ભાવનગરના ડો.મિલન દવે,સુમિત ઠક્કર વાઇસ ચેરમેન, ડો.વિનય કામળિયા પ્રોગામ ઓફિસર અને ડૉ.હાર્દિક કિયાડા મેડિકલ ઓફિસર દ્વારા વર્કશોપમાં ભાગ લેનાર ભાવિ તબીબ વિધાર્થીઓને સી.પી.સી.આર અંગે ની તાલીમ પુરી પાડી હતી. આ તાલીમ અકસ્માત દરમ્યાન હૃદય બંધ પડી ગયું હોય તો તેને શરૂ કરવા માટેની પ્રાથમિક સારવારમાં ઉપયોગી નીવડે છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન ઓરલ સર્જરી વિભાગના વડા અને વાઇસ પ્રિન્સિપાલ ડો.પંકજાક્ષી બાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ ડો.રોસાય કાનાપાર્થી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમજ કોલેજ સ્ટાફ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. કાર્યક્રમનું સંચાલન ઇન્ટરન વિધાર્થી દિપપ્રિયા, અનુરીતી,નિશિતા, એચ.આર મેનેજર દર્શન દ્વારા કરવામાં આવ્યું હતું. કોલેજના વિદ્યાર્થીઓ અને કોલેજના નોન ટીચિંગ સ્ટાફ દ્વારા કાર્યક્રમ ને સફળ બનવવા ભારે જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!