Business
અદાણી ગ્રૂપની કંપનીઓ ના ચાર શેર માટે સર્કિટ લિમિટમાં વધારો, NSE અને BSE દ્વારા નિર્ણય
સ્ટોક માર્કેટ રેગ્યુલેટર નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) દ્વારા અદાણી ગ્રુપની ચાર કંપનીઓની પ્રાઇસ બેન્ડમાં વધારો કરવામાં આવ્યો છે. એક્સચેન્જ દ્વારા પ્રાઇસ બેન્ડમાં કરવામાં આવેલો આ ફેરફાર બુધવારથી લાગુ થશે.
NSE દ્વારા જારી કરાયેલા સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું હતું કે અમે એ સુનિશ્ચિત કરીશું કે કોઈ પણ શેરની કિંમત એક દિવસમાં નક્કી કરેલી મર્યાદાથી ઉપર કે નીચે ન જાય.
અદાણી ગ્રુપની કઇ કંપનીઓમાં સર્કિટ મર્યાદા વધારવામાં આવી છે?
ASE એ અદાણી પાવરમાં સર્કિટ મર્યાદા 5 ટકાથી વધારીને 20 ટકા કરી છે. આ સિવાય અદાણી વિલ્મર, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટ્રાન્સમિશનમાં સર્કિટ મર્યાદા 5 ટકાથી વધારીને 10 ટકા કરવામાં આવી છે.
અદાણી જૂથની કંપનીઓની સાથે એક્સચેન્જ દ્વારા કુલ 172 કંપનીઓના શેર પ્રાઇસ બેન્ડની સર્કિટ મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.
જાન્યુઆરીમાં અદાણી ગ્રૂપના શેરમાં સર્કિટ લિમિટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો
આ જાન્યુઆરીમાં, NSE અને BSE દ્વારા અદાણી ટ્રાન્સમિશન, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટોટલ ગેસ પરની સર્કિટ મર્યાદામાં ઘટાડો કરવામાં આવ્યો હતો જેથી ભાવની હિલચાલ ઓછી થઈ શકે.
જાન્યુઆરીમાં સર્કિટની મર્યાદા ઘટાડવા પાછળનું કારણ યુએસ સ્થિત શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ દ્વારા અદાણી ગ્રૂપ અંગેનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો હતો, જેના કારણે જૂથના તમામ શેર વેચવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે, હિંડનબર્ગ તરફથી અદાણી ગ્રુપ પર એક રિપોર્ટ સામે આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે અદાણી ગ્રુપના ખાતામાં ગડબડ છે. જો કે, અદાણી ગ્રુપ દ્વારા આ અહેવાલને ફગાવી દેવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે આ અહેવાલ જૂથને નુકસાન પહોંચાડવા માટે બહાર પાડવામાં આવ્યો છે.