Connect with us

Sihor

સમસ્યાઓથી ઘેરાયેલા સિહોરમાં દિવ્યેશ સોલંકીએ લોકપ્રશ્નો સાંભળ્યા, પ્રશ્નોના ઢગલે-ઢગલા થયા

Published

on

In troubled Sihore, Divyesh Solanki listened to people's questions, questions piled up.

પવાર

કર્મચારી અધિકારીઓની લાલીયાવાડી સામે આક્રોશ દેખાયો, એમ્બ્યુલન્સ અને ફાયરમાં તોતિંગ ભાવ વધારા મુદ્દે રજુઆતો થઈ, પાણી વિતરણ અનિયમિત ગટર અને ગંદકીનો મુદ્દો ઉછળ્યો, વહીવટદાર બી જે પટેલને બદલી પ્રાંત અધિકારીને નગરપાલિકાનો વહીવટ સોંપવાની પ્રબળ માંગ ઉઠી..

સિહોર નગરપાલિકા ખાતે આજે ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય અને મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીએ સાંભળેલા લોકપ્રશ્નોમાં સમસ્યાઓથી ઘેરાયેલા શહેરમાં સમસ્યા અને પ્રશ્નોની હારમાળા સર્જાઈ હતી. અનેક સમસ્યાથી પીડાતી પ્રજાના લોકપ્રશ્નોમાં ખાસ કરીને અધિકારીઓ ઘેરાયા હતા. જેની સામે વધારે બળાપો દેખાતો હતો. ખાસ કરી નગરપાલિકાના હાલના વહીવટદાર પટેલને બદલી પ્રાંત અધિકારીને સિહોર નગરપાલિકાનો વહીવટ સોંપવાની માંગ થઈ છે.

In troubled Sihore, Divyesh Solanki listened to people's questions, questions piled up.

એમ્બ્યુલન્સ અને ફાયરમાં તોતિંગ ભાડા વધારો, વડલાચોક આસપાસ મીઠાઈ દુકાન પાસે ટ્રાફિક સમસ્યા, પાલિકાના કર્મચારીઓનો પગાર સમયસર ન મળવાનો મુદ્દો, પાણી એકાતરે મળવા બાબત, જાહેરમાં ગટર ઉભરાવવાના મુદ્દે સાથે અઢળક સમસ્યાઓની રજુઆતો થઈ હતી અને અનેક પ્રશ્નો ની ઝડી વરસી હતી સાથે યોગ્ય કરવાની ખાત્રી પણ આપી હતી. અહીં જિલ્લા ભાજપ સંગઠનના ઉપપ્રમુખ ઉમેશ મકવાણા, મંત્રી હીનાબેન ગઢાદરા, સિહોર શહેર ભાજપ પ્રમુખ ડી.સી રાણા .મહામંત્રી ઘનશ્યામભાઈ પરમાર.નિલેષ જાની પાલિકા પૂર્વપ્રમુખ વી.ડી નકુમ.તેમજ પૂર્વ નગરસેવકો.પાલિકા ચીફ ઓફિસર મારકણા, ભાજપના આગેવાનો.હોદેદારો.પાલિકાના કર્મચારી સ્ટાફ સહિત ઉપસ્થિત રહ્યા હતા

Advertisement
error: Content is protected !!