Sihor
હજારો શુભેચ્છકો કાર્યકરોની ઉપસ્થિતિમાં શક્તિસિંહ ગોહિલનું લીમડાના નિવાસસ્થાને સ્નેહ મિલન યોજાયું

સાંસદ અને રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલનું દર વર્ષ માફક આ વર્ષે પણ સ્નેહ મિલન યોજાયું, ગુજરાતભરના શુભેચ્છકો કાર્યકરોની લીમડા ખાતે ઉપસ્થિતિ, શક્તિસિંહ ગોહિલે ગુજરાતના સૌ નાગરિકોને દીપાવલી પર્વ અને નુતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી
કોંગ્રેસમાં સાંસદ અને વરિષ્ટ નેતા શક્તિસિંહ ગોહિલના નિવાસસ્થાને લીમડા ખાતે નવા વર્ષ નિમિતે સ્નેહમિલન યોજાયું હતું અહીં સ્નેહ મિલન કાર્યક્રમાં રાજ્યભરના શુભેચ્છકો અને આગેવાન કાર્યક્રરો કોંગ્રેસ નેતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કારતક સુદ એકમ એટલે કે હિન્દુ નૂતનવષનો પ્રારંભે સમાજના પ્રત્યેક વર્ગના લોકો માટે નવા વર્ષનો દિવસ ખાસ હોય છે. દરેક વ્યક્તિઓ માટે આ નવું વર્ષ સર્વેસુખાકારી શ્રેષ્ઠ આરોગ્ય અને પ્રત્યેક તબ્બક્કે પ્રગતિકારક રહે એ માટે એકબીજાને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. કોંગ્રેસના સાંસદ અને રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલનું દર વર્ષ માફક આ વર્ષે પણ સ્નેહ મિલન લીમડા ખાતે યોજાયું હતું અહીં રાજ્યભરમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતી અહીં શક્તિસિંહ જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યના લોકોની આશાઓ અને અપેક્ષા પુરી થાય તેવી પ્રાર્થના કરૂ છું દરેક ગુજરાતી પરિવારો, નાગરિક ભાઈઓ -બહેનોને દિપાવલી પર્વની શુભેચ્છાઓ અને નૂતન વર્ષાભિનંદન પાઠવું છું ઊજાસનું આ પર્વ સમાજના દરેક વ્યક્તિઓ માટે ઉમંગનું અને ઉન્નતિનું પર્વ બને તેવી પ્રાર્થના કરૂ છું દિપાવલીની દીપમાળા અંધકારથી પ્રકાશ તરફની ઉર્ધ્વગતિ અને સકારાત્મક દ્રષ્ટિકોણની પ્રેરક છે તેમ તેઓએ જણાવ્યું હતું શક્તિસિંહ ગોહિલ તેમના નિવાસસ્થાને પ્રત્યેક વ્યક્તિને વ્યક્તિગત મળી શુભેચ્છાઓની આપ-લે કરી હતી