Sihor
સિહોર નગરપાલિકા કચેરી ખાતે આવતીકાલે નવા વર્ષે સ્નેહમિલન યોજાશે

સિહોર નગરપાલિકા કચેરી ખાતે આવતીકાલે નવા વર્ષે સ્નેહમિલન યોજાશે
નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમના અઘ્યક્ષ સ્થાને પાલિકા ખાતે સાંજના સમયે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન, શહેરના પ્રત્યેક નાગરીકને ઉપસ્થિત રહેવા અનુરોધ
નૂતનવર્ષ નીમીતે સિહોર નગરપાલિકા દ્વારા આવતીકાલે તા.29/10/2022 શનિવાર લાભપાંચમ ના શુભ દિવસે સમીસાંજે 4:30 થી 6:00 કલાકે સિહોર નગરપાલિકા ખાતે સિહોર ના પ્રથમ નાગરિક (પાલિકા પ્રમુખ) વિક્રમભાઈ નકુમ ના અધ્યક્ષ સ્થાને યોજાશે.સિહોર નગરપાલિકા ના તમામ પદાધિકારીઓ તેમજ શહેરના નાગરિકો,વેપારીઓ,તમામ પક્ષો ના રાજકીય આગેવાનો વિવિધ સામાજીક સંસ્થાઓ,સમાજ શ્રેષ્ઠીઓ મહાનુભાવો,પત્રકાર મિત્રો તથા પાલિકા કર્મચારીગણશ્રી ઓ માટે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરેલ છે.આ કાર્યક્રમ માં પધારવા ભાવભર્યું આમંત્રણ છે.