Connect with us

Sihor

સિહોર સાગવાડી ગામના પાદરમાં રસ્તા બાબતે ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા ; વાહનો રોક્યા

Published

on

In Sihore Sagwadi village, the villagers came out on the road regarding the road; Vehicles stopped

દેવરાજ

કોન્ટ્રાકટર અને તંત્રના ત્રાસથી લોકો કંટાળીને ના છુટકે આંદોલનના માર્ગે ; છેલ્લા મહિનાઓથી અધુરો મુકેલા રોડનું કામ શરૂ કરવાની માંગ : કપચીનાં કારણે ઊડતી ધૂળથી ખેતીને અને ઘાસચારાને નુકસાન : માણસો પણ ભૂત જેવા થઈ જતા હોવાનો આરોપ

In Sihore Sagwadi village, the villagers came out on the road regarding the road; Vehicles stopped

સિહોર તાલુકાના સાગવાડી ગામે રસ્તાના મુદ્દે ગ્રામજનો રોડ પર ઉતરી આવ્યા છે, રસ્તા પરથી પસાર થતાં વાહનોથી ઊડતી ધૂળની સમસ્યાથી પરેશાન થયેલા આ વિસ્તારના ગ્રામજનો અને ખેડૂતો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને રસ્તા રોકો આંદોલન કર્યું હતું. જેના પરિણામે આવતા જતા અનેક વાહનોનાં પૈડાં રોડ પર થંભી ગયાં હતાં. રસ્તા પર ચક્કાજામ જેવાં દૃશ્યો સર્જાયાં હતાં. સિહોર નજીક આવેલ સાગવાડી ગામની હદમાં રોડનું કામ અધૂરું છોડાતા આ માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સિહોરથી વાયા ટાણા થઇ વરલ સુધીનો નવો માર્ગ ચોમાસા પહેલાં બનાવવામાં આવેલ.પરંતુ એ સમયે સાગવાડી ગામનો હાઇ-વે પરનો માર્ગ અધૂરો છોડી દેવામાં આવ્યો હતો જોકે થોડા સમય પહેલા સાગવાડી ગામ નજીક અધૂરા છોડાયેલા માર્ગનું કામ શરૂ કરાયું હતું જોકે રસ્તા બાબતે કોન્ટ્રાકટર અને તંત્રના ત્રાસથી લોકો કંટાળ્યા છે.

સાગવાડીના પાદરમાં ત્રણ માસથી રોડનું કામ શરૂ છે. એક કિમીના રોડના કામોમાં કાર્યપાલક ઈજનેર અને કોન્ટ્રાક્ટ પોતાના કામના બીલકુલ બેદરકાર છે અને રોડ ખોદી નાંખેલ છે છેલ્લા બે માસ થી રીપેરીંગ કરવાનું બંધ કરેલ છે. હજારોની સંખ્યામાં વાહનો નીકળે છે. ધુળની ડમરી ચડે છે. બેદરકાર ઈજનેર નાં કારણે સાગવાડી આખું ગામ ધુળ ની ડમરી ખાવાનું ભોગ બની રહ્યું છે. તુરે આજે સાગવાડી ગામના લોકો અને તમાંમ નાગરીકો રસ્તો બંધ કરી રોડનું કામ શરૂ કરવાની માંગ કરી હતી રસ્તા પર ઉતરી વાહનોના પૈડાંઓ થંભાવી દીધા હતા જોકે તંત્ર દ્વારા રોડનું કામ શરૂ કરવા માટેની તજવીજ હાથ ધરી છે તેવું હાલ જાણવા મળ્યું છે.

Advertisement
error: Content is protected !!