Connect with us

Sihor

સિહોરના પીપરડી ગામે યુવકે ઝેરી દવા પી લેતા મોત નીપજ્યું

Published

on

in-pipardy-village-of-sihore-a-youth-died-after-drinking-poison

ભૂતિયા પીપરડી ગામે સાંજે ઘટના બની, પંકજ ડામોર નામના યુવકે ઝેરી દવા પી લેતા મોત થયું, પંકજનો પરિવાર પીપરડી ગામે ધીરુભાઈ ગોરસિયાની વાડીમાં ભાગ્યું રાખે છે મૂળ દાહોદના છે

આ લખાઈ છે ત્યારે રાત્રીના ૭/૫૮ વાગે મળતા અહેવાલો મુજબ સિહોર તાલુકામાં વધુ એક યુવકે ઝેરી દવા પી મોતને વ્હાલું કર્યું છે. સિહોર અને પંથકમાં આપઘાત બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના પછી રોજબરોજ આપઘાતના બનાવો વધી રહ્યા છે. અમારા સહયોગી હરેશ પવારે રાત્રીના ૭/૫૮ વાગે સિહોરની સરકારી હોસ્પિટલ ખાતે થી ટેલિફોનિક વિગતો આપતા જણાવ્યું હતું કે સિહોરના પીપરડી ગામે 20 વર્ષીય યુવાને ઝેરી દવા પી લેતા તેમનું મોત થયું છે

પવારે વિગતો આપતા કહ્યું કે સિહોર તાલુકાના પીપરડી (ભૂતિયા) ખાતે ધીરુભાઈ ગોરસીયાની વાડીમાં દાહોદ જિલ્લાના વતની લક્ષ્મણભાઈ દલસુખભાઈ ડામોરનો પરિવાર ખેતીમાં ભાગીયા તરીકે કામ કરે છે તેમનો ૨૦ વર્ષીય પુત્ર પંકજ ડામોરએ આજે સમી સાંજે આસપાસ ધીરુભાઈની વાડીમાં કોઈ અગમ્ય કારણોસર દવા પી લેતા ગંભીર હાલતે પંકજને તાત્કાલિક ૧૦૮ મારફત સિહોરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તબીબ તપાસ કરતા પંકજને મૃત જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે પવારે આગળ વિગતો આપતા કહ્યું કે પંકજે શા માટે ઝેરી દવા પી મોતને વ્હાલું કર્યું તે પોલીસ તપાસનો વિષય છે પંકજનો પરિવાર મૂળ દાહોદ જિલ્લાનો વતની છે. સમગ્ર ઘટનાને લઈ સોનગઢ પોલીસે તપાસ આદરી હોવાનું પવારે કહ્યું હતું

Continue Reading
Advertisement
error: Content is protected !!