Connect with us

Sihor

આપ ને પ્રચંડ જન સમર્થન મળતા ભાજપના પેટમાં તેલ રેડાયુ છે : ભાજપ પર ગોપાલ ઇટાલિયાના આકરા પ્રહારો

Published

on

aap-has-poured-oil-into-bjps-stomach-by-getting-massive-public-support

મિલન કુવાડિયા

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, છેલ્લા ઘણા દિવસથી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં જનસભાઓ કરી રહ્યા છે અને તે બધી જ જનસભામાં આમ આદમી પાર્ટીને જાણતા તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લાખોની સંખ્યામાં લોકો પોતાની પીડા, વેદના અને પોતાની સમસ્યા લઈને અરવિંદ કેજરીવાલજીની સભામાં આવી રહ્યા છે. એક એવી આશા અને ઉમ્મીદ સાથે કે અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટી તેમની વર્ષો જૂની પીડાનું નિરાકરણ લાવશે.

જે રીતે આમ આદમી પાર્ટીનું સમર્થન વધી રહ્યું છે જનતા અરવિંદ કેજરીવાલજીને પ્રેમ કરી રહી છે, એ જોતા ભાજપના પેટમાં તેલ રેડાયું છે. ભાજપ વાળા ખૂબ બોખલાયેલા છે, ડરેલા છે અને એટલા માટે જ રોજ અવનવા ગતકડા અને અવનવી નાટકબાજી લઈને આવી જાય છે. છેલ્લા અમુક દિવસોમાં ભાજપ વાળા વીડિયો લઈને આવી ગયા છે કે ગોપાલ આવું બોલે છે, ઈસુદાન આવું બોલે છે. ગઈકાલે પાછો એક વિડીયો આવી ગયો છે અને આભ તૂટી પડ્યું છે. હું તેમને કહેવા માગું છું કે, ગુજરાતની જનતા 27 વર્ષથી ભાજપની જે સરકાર ચાલી રહી છે તેનો હિસાબ માંગી રહી છે કે 27 વર્ષમાં તમે શું કર્યું? કેટલી સ્કુલ બનાવી, કેટલી હોસ્પિટલો બનાવી, તેનો જવાબ આપો! જનતા જ્યારે જવાબ માંગે છે ત્યારે ભાજપ વાળા કહે છે કે ગોપાલનો વિડીયો જોવો.

જનતા પૂછે છે કે લાખોની સંખ્યામાં બેરોજગાર યુવાનો પોતાની કારકિર્દી બગાડી રહ્યા છે એમને નોકરી ક્યારે મળશે, ત્યારે ભાજપ વાળા કહે છે કે ગોપાલનો વિડીયો જોવો કે તે ચાર વર્ષ પહેલા કેવું બોલતો હતો. જનતા પૂછે છે કે ખેડૂતોને આત્મહત્યાથી છુટકારો ક્યારે મળશે, તેમણે સિંચાઈનું પાણી ક્યારે મળશે, 12 કલાક વીજળી ક્યારે મળશે અને ભાજપ વાળા જવાબ આપે છે કે ગોપાલનો વિડીયો જોવો તે કેવું બોલે છે. ગુજરાતમાં 6.5 કરોડ ગુજરાતીઓ પૂછી રહ્યા છે કે મોંઘવારીથી છુટકારો ક્યારે મળશે ત્યારે ભાજપ વાળા જવાબ આપે છે કે ગોપાલની ભાષા જુઓ તે કેવું બોલે છે.

શું આ બધા પેપર ગોપાલે ફોડ્યા છે? લઠ્ઠાકાંડની અંદર ઝેરી દારૂ ગોપાલએ વેચ્યો છે? જેટલા પણ રોડ રસ્તાઓ તૂટેલા છે શું ગોપાલએ આ બધા રોડ રસ્તાઓના કોન્ટ્રાક્ટ લઈને રોડ બનાવ્યા છે? ગુજરાતની જનતાને તૂટેલા રોડ વિશે જવાબ નથી આપી શકતા, ગુજરાતની જનતાને મોંઘવારી મુદ્દે જવાબ નથી આપી શકતા, ગુજરાતની જનતાને પેપર ફૂટવાના મુદ્દે જવાબ નથી આપી શકતા એટલે એમ કહે છે કે ગોપાલનો વિડીયો જોઈ લો. અને તે વીડિયો જોઈ અમને મત આપી દો. તમે 27 વર્ષ સુધી જે છેતરપિંડી કરી છે તેને જનતા ઓળખી ગઈ છે.

Advertisement
error: Content is protected !!