Connect with us

Sihor

ભાવનગરમાંથી 2000ના દરની 6951 જાલીનોટ સાથે 5 ઝડપાયા, 3 ફરાર

Published

on

5 nabbed with 6951 Jalinot of rate 2000 from Bhavnagar, 3 absconding

મિલન કુવાડિયા

ભાવનગર પોલીસનું સુપર્બ ઓપરેશન,

જાલીનોટના કૌભાંડનો પર્દાફાશને લઈ રાજ્યભરમા ખળભળાટ, પોલીસ તપાસમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા, આઠ શખ્સો વિરુદ્ધ ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ, ત્રણ શખ્સ અગાઉ પણ જાલી નોટના કારોબારમાં ઝડપાયેલા

5 nabbed with 6951 Jalinot of rate 2000 from Bhavnagar, 3 absconding

ભાવનગર શહેરમાંથી 1 કરોડ 39 લાખ રૂપિયાની જાલીનોટ ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ભાવનગર પોલીસે 2000ના દરની 6951 જાલીનોટ સાથે પાંચ શખ્સોને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળેલી બાતમીના આધારે શ્રીરામ સોસાયટીમાં દરોડો પડ્યો હતો.

5 nabbed with 6951 Jalinot of rate 2000 from Bhavnagar, 3 absconding

આ અંગે આજે આઇ.જી અશોકકુમાર યાદવ તથા એસ.પી. રવીન્દ્ર પટેલે પત્રકાર પરિષદમાં વિગતો આપી હતી. ભાવનગર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓને મળેલી બાતમીના આધારે ભાવનગર શહેરના ઘોઘારોડ ગાયત્રીનગર વિસ્તારમાં આવેલી શ્રીરામ સોસાયટીમાં દરોડો પાડી તલાસી લેતા ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડવાના ઇરાદે પૂર્વ આયોજીત રીતે કાવત્રુ રચી પોતાનો સમાન ઇરાદો પાર પાડી આર્થિક લાભ મેળવવા બનાવટી

Advertisement

5 nabbed with 6951 Jalinot of rate 2000 from Bhavnagar, 3 absconding

ચલણી નોટોનો ખરા તરીકે ઉપયોગ કરવાનો હેતુ પાર પાડવા ગેરકાયદેસર રીતે રૂ.2000 ના દરની બનાવટી ભારતીય ચલણી નોટો, કલર પ્રિન્ટર, ઝેરોક્ષ, સ્કેનર વડે છાપી રૂપિયા 2000 ના દરની બનાવટી ચલણી નોટ નંગ-6951 જેનું અંકિત બજાર મુલ્ય 1,39,02,000 સાથે મળી આવી તથા બનાવટી નોટ છાપવા સાધન સામગ્રીનો ઉપયોગ કરી કબ્જામાં રાખી રોકડ રૂપિયા 17050 તથા કલર સ્કેનર પ્રીન્ટર ઝેરોક્ષ મશીન-1 ફુટ પટ્ટી-3 તથા મોબાઇલ ફોન-5, આધારકાર્ડ-4, ભાડાકરારની નકલ-1 વિગેરે મળી કુલ કિ.રૂ.1,97,700 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સાથે હિરેન રમેશભાઇ, હાર્દિક ભુપતભાઇ, પંકજ જીવાભાઇ, અયુબ ઉસ્માનભાઇ, મેરાજ કુરશીભાઇની ધરપકડ કરી હતી.

5 nabbed with 6951 Jalinot of rate 2000 from Bhavnagar, 3 absconding

જ્યારે સુરેશભાઇ મોહનભાઇ, જાવેદ હાજીભાઇ સરમાળી અને મહંમદરફિક ઉસ્માનભાઇ કુરેશીને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ જાલી નોટ કાંડમાં સંડોવાયેલ આઠ શખ્સો વિરુદ્ધ સ્થાનિક ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આટલો મોટો જાલી નોટોનો જથ્થો મળી આવતા ભાવનગર સહિત રાજ્યભરમા ખળભળાટ મચી જવા પામ્યો છે.

error: Content is protected !!