Sihor
સિહોરના બેકડી ગામે આડાસંબંધ મામલે બે પરિવારો વચ્ચે સશસ્ત્ર ધિંગાણું, સામસામી ફરિયાદ નોંધાઈ
દેવરાજ
- જૂથ અથડામણ
સિહોર તાલુકાના બેકડી ગામે એક પરણીતા સાથે આડાસંબંધની શંકાને લઈ બે પરીવારો વચ્ચે મારામારી સર્જાતા ઘવાયેલ બંને જુથોના લોકો ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને આ અંગે સિહોર પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ દાખલ થઈ છે.
સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર બેકડી ગામે રહેતા વિપુલ લક્ષ્મણભાઈ ગોહિલની પત્ની મમતાને આજ ગામે રહેતા વિજય અરવિંદ ગોહિલ સાથે અનૈતિક સંબંધ હોવાની શંકા રાખી વિપુલનો ભાઈ ચિંતન સહિતનાઓ આશાબેન ચંદુભાઈ ગોહિલ, કુંજીબેન ચંદુભાઈ ગોહિલ સહિતનાઓને ઠપકો આપવા ગયેલ અને વિજયને મમતા સાથે આડા સંબંધો ન રાખવા જણાવતાં આશાબેન, કુંજીબેન, કાના ચંદુભાઈ, બાવલો ચંદુભાઈ, ધના ચંદુભાઈ, અરવિંદ બચુભાઈ, ધીરૂ બચુભાઈ અને ધના બચુભાઈ ગોહિલે લાકડી પાઈપ તલવાર છરી જેવા હથિયારો વડે હુમલો કરી
ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી, દરમ્યાન સામા પક્ષે પણ આશાબેન ચંદુભાઈ ગોહિલે ચિંતન લક્ષ્મણભાઈ ગોહિલ, હસમુખ લક્ષ્મણભાઈ ગોહિલ, વિપુલ લક્ષ્મણભાઈ ગોહિલ, મુકેશ હીરાભાઈ, અંકિત મૂળજીભાઈ ગોહિલ, કાન્તુબેન લક્ષ્મણભાઈ ગોહિલ અને આરતીબેન ગોહિલ વિરુદ્ધ સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેના કાકાજીના દિકરા વિજયને મમતા સાથે આડાસંબંધ હોવાની શંકા રાખી હથિયાર વડે હુમલો કરી મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી, દરમ્યાન ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિહોર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, આ અંગે પોલીસે બંને પક્ષોની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.