Sihor
સિહોર પીપલ્સ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીની 27ની સામાન્ય સભા યોજાઈ
દેવરાજ
- સિહોર પીપલ્સ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીની 27ની સામાન્ય સભા યોજાઈ, વર્ષોથી સંસ્થા સાથે જોડાયેલા શ્રી ભરતભાઈ મલુકાનાં અધ્યક્ષ સ્થાને આ છેલ્લી સભા, સર્વે સભાસદો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં.
સિહોરમાં છેલ્લા 27 વર્ષોથી સ્થાનિક લેવલ પર આર્થિક સહકાર અને વ્યવહાર અંગે કામ કરતી સિહોર પીપલ્સ ક્રેડિટ કો-ઓપેરેટિક સોસાયટીએ વર્ષોથી સિહોરના લોકો વચ્ચે ખૂબ સેવા કાર્ય કર્યું છે, અત્યાર સુધીમાં સિહોરના અનેક સભાસદોને આર્થિક લાભો આપીને આર્થિક મદદ આપી છે, ત્યારે આ સંસ્થાની દર વર્ષે મળતી સામાન્ય સભા અંતર્ગત વાર્ષિક નફા/નુકશાનનાં આંકડા રજૂ કરીને આગામી વર્ષોના પ્લાનિંગ વિશે ચર્ચાઓ થઈ હતી. આ સમગ્ર આયોજન સંસ્થાના અધ્યક્ષ અને સિહોરના રાજકીય/સામાજિક આગેવાન શ્રી ભરતભાઈ મલુકાનાં અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં સંસ્થાના ઉપપ્રમુખ શ્રીમતી નંદીનીબેન ભટ્ટ, મેનેજીંગ ડિરેકટર શ્રી દિનેશભાઇ દુધેલા, શ્રી જોગેશભાઈ પવાર, ડો.શ્રી દશરથભાઈ પ્રજાપતિ, શ્રી નીતિનભાઈ સોની, તેમજ સોસાયટીના જાગૃત સભાસદોમાં શ્રી ચીંથરભાઈ પરમાર, હર્ષદભાઈ શાહ, દિનેશભાઈ સોલંકી, યશવંતભાઈ પડિયા, જીતુભાઈ પડિયા, વકીલશ્રી કમલેશભાઈ રાઠોડ, શંકરભાઈ મલુકા, પ્રશાંતભાઈ ભટ્ટ, જીતુભાઈ શાહ વગેરેએ હાજરી આપી હતી
સોસાયટીના પૂર્વ ડાયરેકટર શ્રી દિલીપભાઈ શાહ તેમજ અન્ય સ્વ. સભાસદોને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સિહોરની આ ક્રેડિટ સોસાયટી વર્ષોથી શહેરનાં આર્થિક વિકાસ માટે ખૂબ ઉમદા કાર્ય કરી રહી છે, જેમાં ગત વર્ષનો કુલ ઋણ મળીને ₹ 351262/- નો નફો મેળવ્યો હતો, આ ઊપરાંત સોસાયટીના સભાસદોને 5% ડીવિડંટ મળશે તેવી જાહેરાત પણ કરાઈ હતી. દરેક નાના મોટાં શહેરોમાં સ્થાનિક આગેવાનો મળીને જે તે શહેરનાં આર્થિક અને ઔધોગિક વિકાસ માટે લોકોને સ્થાનિક સંસ્થા મારફત જ ઓછા વ્યાજ સાથે આર્થિક સહાય મળી રહે તે હેતુથી કો-ઓપરેટીવ સંસ્થાઓ સ્થપાતી હોય છે, જેમાં આપણાં સિહોરમાં પણ સિહોર પીપલ્સ ક્રેડિટ કો-ઓપેરેટિવ સોસાયટી આ તમામ હેતુને સાધીને કાર્ય કરતી રહી છે, અને ભવિષ્યમાં પણ વધુ વિસ્તરણ સાથે અવિરત કાર્ય કરતી રહે તેવી શંખનાદ ન્યૂઝ વતી શુભકામનાઓ.