Sihor
હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર, 12 નવેમ્બરે મતદાન, 8 ડિસેમ્બરે પરિણામ

મિલન કુવાડિયા
હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી : ગુજરાતમાં મતદાનની તારીખ જાહેર થવાની બાકી : ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થશે, બંને રાજ્યોના પરિણામ 8 ડિસેમ્બરે જ જાહેર થશે
ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખોની જાહેરાતોની ચર્ચાની વચ્ચે આજે માત્ર હિમાચલ પ્રદેશની તારીખો ચૂંટણી પંચ દ્વારા જાહેર કરી દેવાઈ છે. જેમાં 12 નવેમ્બરના રોજ મતદાન યોજાશે અને મતગણતરી 08 ડિસેમ્બર, 2022ના રોજ હાથ ધરાશે.હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી એક તબક્કામાં યોજાશે.આજે હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં એક જ તબક્કતામાં મતદાન કરવામાં આવશે. 12 નવેમ્બરે મતદાન કરવામાં આવશે અને 8 ડિસેમ્બરે મતગણતરી કરવામાં આવશે. આમ, હિમાચલ પ્રદેશ વિધાનસબા ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે આવી જશે. આ 26 દિવસના ગેપ વચ્ચે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતદાન યોજાશે.
હિમાચલ પ્રદેશ અને ગુજરાતની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે એક જ દિવસે જાહેર થશે. સંભાવના એવી છે કે નવેમ્બરના અંતમાં એક તબક્કો અને ડિસેમ્બરની 1 થી 5 તારીખ વચ્ચે બીજો તબક્કો એમ બે તબક્કામાં ગુજરાતમાં મતદાન થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ 20 ઓક્ટોબર પછી જાહેર થાય એવી સંભાવના છે. ચૂંટણી માટે જાહેરનામું 17 ઓક્ટોબરે બહાર પાડવામાં આવશે. નામાંકન કરવાની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર છે અને 29 ઓક્ટોબર સુધી નામ લઈ શકાશે. ચૂંટણી પંચે કહ્યું કે ચૂંટણી પંચ યોગ્ય રીતે ચૂંટણી કરાવવા માટે પ્રતિબદ્ધ છે. ચૂંટણી નિષ્પક્ષ અને યોગ્ય રીતે થાય તે માટે પ્રયાસ કરશે. કોવિડની સ્થિતિ હવે મોટી ચિંતા નથી, પરંતુ સાવચેતીના પગલાં ચાલુ રાખવામાં આવશે. દરેક મતદાન મથક પર રેમ્પ, પીવાનું પાણી અને છાંયડો અને અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.