Connect with us

Sihor

સિહોર : કાચા માલની અછત અને ઓછાં ઉત્પાદનથી ફટાકડામાં ૩૦ ટકાનો તોતિંગ ભાવવધારો

Published

on

Sihore: Due to shortage of raw materials and low production, the price of crackers has increased by 30 percent.

આ વર્ષે ફટાકડા ફોડવાનું મોંઘું પડશે  શિવાકાશીમાં ઓછા ઉત્પાદનના કારણે દર વર્ષ કરતા ફટાકડાની આવક ઓછી

દિપાવલીના તહેવાર નજીકમાં છે. ત્યારે આ વર્ષે ફટાકડાના ભાવમાં થયેલા જંગી વધારા ને પગલે ફટાકડા ની ભાવ બજાર વેપારીને દઝાડશે. ફટાકડાનું મુખ્ય હબ ગણાતું શિવાકાશીમાં પ્રમાણમાં ઓછા ફટાકડાના ઉત્પાદનને લઈ આ વર્ષે  ફટાકડાની માંગ સામે 30 ટકા જેટલો ભાવ વધારો થતા દિવાળી પર લોકોને આ ભાવ વધારો દઝાડશે. સિહોર અને જિલ્લામાં દિવાળીના તહેવારને લઈને ફટાકડાના ધંધાર્થીઓ એક્શનમાં આવ્યા છે.

જોકે વર્ષ કરતા આ વર્ષે ફટાકડાના થયેલા ભાવ વધારાને લઈ ફટાકડા બજારમાં ભડકો જોવા મળી રહ્યો છે. જેને પગલે લોકોને ફટાકડા ફોડવા મોંઘા પડશે. આ વર્ષે ગત વર્ષ કરતા ફટાકડાની કિંમતમાં 20 થી 30 ટકા જેટલો થયેલો ભાવ વધારાને પગલે વેપારીઓ પણ દિવાળી પૂર્વે મૂંઝવણમાં મુકાયા છે.તો બીજી તરફ દર વર્ષની ફટાકડાની માંગ સામે આ વર્ષે રો મટીરીયલ અને ઉત્પાદનની અછતને પગલે ફટાકડાની આવક પણ ઓછી થઈ છે સિહોર શહેર માં વર્ષોથી ફટાકડાના વેચાણ કરતા ધંધાર્થીઓએ આ વર્ષે ગત વર્ષ કરતા ફટાકડાની આવક જ ઓછી કરી છે

error: Content is protected !!